આઈપીએલ ૨૦૨૫: ગુજરાત ટાઈટન્સે શ્રીલંકન ખેલાડી દાસુન શનાકાની ટીમમાં શામેલ કર્યો
આઈપીએલ ૨૦૨૫માં ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સને રિપ્લેસમેન્ટ કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાતે શ્રીલંકન ખેલાડી દાસુન શનાકાની ટીમમાં શામેલ કર્યો છે. આ કર્ષની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ દરમિયાન ફિલિપ્સને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ટીમે શનાકાને તક આપી હતી. શનાકા ઓલરાઉન્ડર ખેલાડી છે અને ઘણીવાર તેણે પોતાનું અદ્દભુત પ્રદર્શન બતાવ્યું છે. તેણે બેટિંગ સાથે સાથે બોલિંગમાં પણ સારો રેકોર્ડ બનાવ્યો છે.
ગુજરાતે હવે ગ્લેન ફિલિપ્સના સ્થાને શનાકાનો ટીમમાં સમાવેશ કર્યો છે. અને તેને પગાર તરીકે ૭૫ લાખ રૂપિયા આપવામાં આવશે. શનાકા અત્યાર સુધી આઈપીએલમાં ફક્ત એક જ વાર રમી શક્યો છે. તે ૈંઁન્ ૨૦૨૩માં ગુજરાતનો ભાગ હતો. અને તેણે આ સિઝનમાં ૩ મેચ રમી હતી.
મહત્વનું છે કે, આઈપીએલ ૨૦૨૫માં ગુજરાતનો ચોથો મુકાબલો હૈદરાબાદ સામે હતો. આ મેચ ૬ એપ્રિલના રોજ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ દરમિયાન તે ગુજરાત વતી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા પહોંચી હતી. તેથી તે સિઝનમાં ટીમ માટે એક પણ મેચ રમી શક્યો નહોતો. પરંતુ તે હૈદરાબાદ સામે અવેજી ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ ઈજાગ્રસ્ત થયા બાદ તે મેદાનની બહાર જવુ પડ્યું હતું.
ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સને રિપ્લેસમેન્ટ કરવાની જાહેરાત કરી દીધી




















Recent Comments