દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે
ગુજરાત વિદ્યાપીઠ આયોજિત ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાના અંતર્ગત સેમિનાર યોજાયો શનિવારના રોજ સવારે ૯-૩૦ કલાકે શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલમાં યોજવામાં આવેલ કાર્યક્રમ ગુજરાત વિદ્યા પીઠ ના સ્થાપના કાળ થી લઈ અનેક મહા માનવો વિશે ગુજરાત વિદ્યા પીઠ ના મહેસાણા થી પધારેલ ડાયાભાઈ પટેલે સર્વ ને અવગત કર્યા હતા ગુજરાત વિદ્યા પીઠ ના છાત્ર જય વાળા એ સ્વદેશી ઉપભગતા બનો વિશે હદયસ્પર્શી અપીલ કરતો સંદેશ આપ્યો હતો ગુજરાત વિદ્યા પીઠ ની કેળવણી થી સર્વોદય મહાનુભવો સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી મોરારજી દેસાઈ મનુભાઈ દર્શક સહિત અનેકો ને યાદ કર્યા હતા અને દેશ ને સ્વાવલંબન બનાવવા કરેલ પ્રત્યનો વિશે સર્વ ને અવગત કર્યા હતા હજારો વિદ્યાર્થી ઓએ સ્થિરપ્રજ્ઞ બની ગુજરાત વિદ્યા પીઠ ના વિદ્યાર્થી ઓના અનુભવો સાંભળ્યા હતા ગુજરાત વિદ્યાપીઠ થી પ્રસ્થાન થયેલ ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા દામનગર ની શેઠ શ્રી એમ સી મહેતા સ્કૂલ માં પધારી યાત્રા ના ઉદેશો સેમિનાર દ્વારા હજારો વિદ્યાર્થી સુધી પહોંચાડ્યા હતા સરદાર પટેલ અને મહાત્મા ગાંધી ના સ્વપ્ના નું ગ્રામજીવન સ્વાવલંબન ભારત વિશે સુંદર સંદેશ આપ્યો હતો

















Recent Comments