fbpx
અમરેલી

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા તા.૨૪ ફેબ્રુઆરીએ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન

અમરેલી તા.૨૦ ફેબ્રુઆરી૨૦૨૫ (ગુરુવાર) ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા તા.૨૪ ફેબ્રુઆરી૨૦૨૫ને સોમવારના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નં. ૦૧અમરેલી અને તેના નિયંત્રણ હેઠળની અમરેલીધારીરાજુલાબાબરાલીલીયાસાવરકુંડલા પેટા વિભાગીય કચેરીમાં એપ્રેન્ટીસ તરીકેની નિમણૂક આપવા માટે આ ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળો તા.૨૪ ફેબ્રુઆરી૨૦૨૫ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી કાર્યપાલક ઇજનેરશ્રીજાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નં.૦૧લાઠી રોડએસ.ટી. ડીવિઝન પાછળસરસ્વતી સ્કુલ સામે અમરેલી ખાતે યોજાશે.

ભરતી મેળામાં સિવિલ એન્જિનિયરિંગ ડિગ્રીડિપ્લોમા સિવિલ એન્જિનિયરબી.એબી.કોમબી.બી.એઆઈ.ટી.આઈ. બે વર્ષના ટ્રેડમાંથી ફિટરપ્લમ્બરડ્રાફ્ટમેનઇલેક્ટ્રિશિયનની શૈક્ષણિક લાયકાત ધરાવતા વર્ષ ૨૦૨૨૨૦૨૩,૨૦૨૪માં પાસ આઉટ થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ડિગ્રીડિપ્લોમાઆઇ.ટી.આઇઅન્ય ગ્રેજ્યુએટ ઉમેદવારોએ NATS/SKILL INDIA/ MHRD/MSME પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આ અંગેની વધુ વિગતો GWSSB વેબસાઇટ અને WS પોર્ટલ પરથી મેળવી શકાશેતેમ અમરેલી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નં.૦૧ના કાર્યપાલક ઇજનેરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts