મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન છે.બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. મિડલ ટ્રોપોશ્ફેરિક સાયક્લોનિક સર્ક્યુલેશન કોંકણના દરિયાકાંઠાના ઉત્તરમાં અને તેની આસપાસ લેસ માર્ક થયું છે. જેથી ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદ જાેવા મળશે.
સમગ્ર રાજ્યમાં સોમવારે વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે. સોમવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.બીજી તારીખે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.ત્રીજી તારીખથી વરસાદની તીવ્રતા ફરી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે.આ દિવસે સુરત, તાપી, નવસારી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે.આ સાથે મહીસાગર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (મંગળવાર ૨ સપ્ટેમ્બર) નવસારી, વલસાડ અને ૩ સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં આગામી ૪ સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જાેર વધશે. જેમાં આ દિવસે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આગામી ૫-૬ સપ્ટેમ્બરના રોજ રાજ્યના ૨૮થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ૫-૬ સપ્ટેમ્બરે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
૭ સપ્ટેમ્બરે રાજ્યના ૨૭ જિલ્લામાં યલો ઍલર્ટ છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં આવનારા ૨ દિવસ વરસાદમાં મળશે આંશિક રાહત; ૪ થી ૮ સપ્ટેમ્બર ફરી થશે મેઘરાજા મહેરબાન



















Recent Comments