ગુજરાતમાં પણ ઘણા યુટ્યુબરોને હવે ચૂંટણી લડવાની ઈચ્છા જાગે ખરી . પરંતુ રાજકારણમાં પગ મૂકતાં પહેલાં થોડું આ સંદર્ભે વિચાર કરવો પણ જરૂરી છે. આ સંદર્ભે બિહારની ચૂંટણીનો એક કેસ ખાસ સમજવા જેવો છે.
આ ભાઈનું નામ મનીષ કશ્યપ.
યુટ્યુબ પર સત્તત જનતાના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા અને સોશિયલ મીડિયા પર સારી લોકપ્રિયતા ધરાવતા અને આખરે આ મહાનુભાવે રાજનીતિમાં આવવાની ઈચ્છા સાથે બિહાર વિધાનસભાની ચૂંટણી લડી…
પણ પરિણામ? ભારે મતોથી પરાજય. એટલે વાત એટલી જ સમજવાની છે કે યુટ્યૂબની લોકપ્રિયતા અને રાજકારણની લોકપ્રિયતા બે બિલકુલ અલગ દુનિયા છે… જો કે એમ તો બિહારમાં સૌથી નાની યુવા વયે મૈથિલી ઠાકુર બિહાર ખાતે યોજાયેલા વિધાનસભાની ચૂંટણીમાં ખાસ્સી બહુમતીથી વિજેતા થઈ.
ઓનલાઇન ચહેરો જેટલો મજબૂત હોય, મેદાનમાં એટલું ચાલે જ એ જરૂરી નથી. જો કે આમ તો વિજય કે પરાજય માટે ઘણા ફેક્ટર જવાબદાર હોય છે. એટલે એવું પૂર્વાનુમાન લગાવી દેવું પણ વ્યાજબી નથી.. આમ પણ ચૂંટણી જંગમાં એકની જ જીત થતી હોય છે. અન્ય તમામની હાર થાય છે. મને તો ભગવદ્ ગીતાના કર્મયોગના સિદ્ધાંતમાં શ્રધ્ધા રાખીને આગળ વધવું ભાગ્યોદય નિશ્ર્ચિત થાય છે.. પણ ક્યારે એ સમય પર છોડી દેવું..
ઘણા મહાનુભાવોએ પણ ચૂંટણીના જંગમાં અનેક વખત ઝંપલાવેલ અને જીવનનાં અંતિમ તબક્કામાં સફળતા મળી હતી. દા.ત. અમેરિકાના અબ્રાહમ લિંકન!
કેટલી હાર !
પછી રાષ્ટ્ર પ્રમુખ. જો કે
” સોશિયલ મીડિયા” આજકાલ ખૂબ સશક્ત અને જોરાવર બનતું જાય છે!
પણ આખરે માયાવી હોવાના કારણે ખરા ટાણે વિજય નથી પણ અપાવી શકતું
પરંતુ એક વાત હમેશા મગજમાં રાખવી “ભૂલોને સુધારવી ભવિષ્યની ચિંતા ન કરવી વર્તમાનમાં પૂર્ણ શ્રધ્ધા અને જોશ સાથે જીવન વ્યતીત કરવું એ તો જ ખરી મર્દાનગી ગણાય”
–બિપીનભાઈ પાંધી હર્ષદભાઈ જોશી


















Recent Comments