fbpx
ગુજરાત

ગુજરાતનાં જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે, પ.પૂ. ધીરજમુની મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે થનાર વિશ્વનાં સૌથી મોટાં ‘પક્ષી બચાઓ અભિયાન-૨૦૨૫’ નું લોકાર્પણ કર્યું.  

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છેપરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરાપશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં કરુણા અભિયાન‘ શરૂ કરાયું છે. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટદ્વારા આગામી તા. ૧૦ મી થી તા. ૨૦/૦૧/૨૦૨૫ દરમિયાન યોજાનાર વિશ્વનાં સૌથી મોટાં પક્ષી બચાઓ અભિયાન-૨૦૨૫‘ નું ગુજરાતનાં જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલેપ.પૂ. ધીરજમુની મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.

તા. ૧૦ મી થી તા. ૨૦/૦૧/૨૦૨૫ દરમિયાન આ અભિયાન હેઠળ રાજયભરનાં તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશનરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગપશુપાલન વિભાગશિક્ષણ વિભાગપોલીસ તંત્રએનીમલ વેલફેર બોર્ડજિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીવિવિધ ગૌશાળાઓ પાંજરાપોળોવિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી આયોજીત ઢબે હાથ ધરાશે. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈનવિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓનાં સારવાર કેન્દ્રો ઉભા કરીઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગપશુપાલન વિભાગપોલીસ તંત્રજિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA),  વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રોવિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓરાજકોટ મહાનગરપાલીકામાહિતી ખાતુખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે.

મકરસંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન -૨૦૨૫ અંતર્ગત કંટ્રોલરૂમનો રાજકોટનાં જીવદયા પ્રેમી ક્લેક્ટર પ્રભવ જોષીનાં માર્ગદર્શનમાં થશે. જેમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયનેશનલ એડવાઈઝરી કમિટીના મિતલ ખેતાણીસમસ્ત મહાજનના ડો. ગીરીશભાઈ શાહ એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણીરમેશભાઈ ઠકકરધીરૂભાઈ કાનાબારઘનશ્યામભાઈ ઠકકરએડવોકેટ કમલેશભાઈ શાહરજનીભાઈ પટેલવિષ્ણુભાઈ ભરાડગૌરાંગભાઈ ઠકકરપારસભાઈ ભરતભાઈ મહેતાચંદ્રકાન્તભાઈ શેઠડો. માધવ દવેજયેશ ઉપાધ્યાયચંદેશભાઈ પટેલરાહુલ ખીવસરાડો. શૈલેષ જાનીકેતન બોરીસાગર તથા સાથી ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી સહકાર આપશે.

કરૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે તથા સમસ્ત મહાજનઅર્હમ યુવા સેવા ગ્રુપવર્ધમાન યુવક ગ્રુપજૈન સોશ્યિલ ગ્રુપનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.

કરૂણા અભિયાનમાં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજનવસારી વેટરનરી કોલેજદાંતીવાડા વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબોનો સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રી કરૂણા  ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયાડો. દીપ સોજીત્રાડો. રવી માલવીયાડો. અરૂણ ઘીયાડડો. અરવિંદ ગડારાડો. હિરેન વીસાણીડો. રાજીવ સીંહા તથા સાથી ટીમનાં ૫૦ તબીબો પોતાની સેવા આપશે.

મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૩તા.૧૪ તથા ૧૫ જાન્યુઆરી મકર સંક્રાંતીનાં રોજ રાજકોટના (૧) ત્રિકોણબાગરાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪)(૨) બાલક હનુમાન મંદિર પાસેપેડક રોડરાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦પ૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪) (૩) આત્મીય કોલેજ પાસેકાલાવડ રોડરાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪)(૪) કિશાનપરા ચોકરાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪)(૫) અયોધ્યા ચોક૧૫૦ ફુટ રીંગ રોડરાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪) તથા (૬) સંસ્થાની કાયમીનિઃશૂલ્ક એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ (જુની શ્રીજી ગૌશાળાતુલીપ પાર્ટી પ્લોટ પાછળહોટલ ક્રિષ્નાપાર્ક વાળો સર્વિસ રોડગોંડલ રોડવાવડીરાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦પ૯ / ૯૮૯૮૪૯૯૯૫૪)(૭) મોદી સ્કૂલપાસે૧૫૦ ફૂટ રીંગ રોડરાજકોટ (ફોન નં.૦૨૮૧–૨૪૫૭૦૧૯)(૮) શેણી મેમોરીયલ ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઈન શેલ્ટર)શ્રેયાંસ સ્કૂલ પાસેએફ.સી.આઈ. ગોડાઉન રોડશેઠનગર પછી તરતપ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળજામનગર રોડરાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪)(૯) હનુમાન મઢી પાસેકેન્સર હોસ્પીટલની સામેરાજકોટ ખાતે એમ કુલ વિશેષ કંટ્રોલરૂમ સવારે ૯ થી રાત્રીના ૭ સુધી શરૂ કરાશે. કરૂણા અભિયાન ૨૦૨૫‘ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯)પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) તથા એનીમલ હેલ્પલાઇન (મો-૯૮૯૮૦૧૯૦૫૯/૯૮૯૮૪૯૯૯૫૪) નો સંપર્ક કરવો.

Follow Me:

Related Posts