ગુજરાત

“ટીબી મુક્ત ભારત અભિયાન” હેઠળ ગુજરાતની નોંધપાત્ર કામગીરી

વર્ષ ૨૦૧૫ની સાપેક્ષે વર્ષ ૨૦૨૩ માં નવા ટી.બી.દર્દીઓના રજીસ્ટ્રેશન દરમાં ૩૪ ટકા અને મૃત્યુદરમાં ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને “સ્ટેટ્સ વીથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણી” માં પ્રથમ મુકવામાં આવ્યા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૮માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે નવા ટીબી દર્દીઓના રજીસ્ટ્રેશન અને ટીબીની શ્રેષ્ઠત્તમ સારવાર દ્વારા મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર સિધ્ધી હાંસલ કરી છે.
ગુજરાત સરકારના એક રીપોર્ટ પ્રમાણે રાજ્યમાં વર્ષ ૨૦૧૫ની સાપેક્ષે વર્ષ ૨૦૨૩ માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં ૩૪ ટકા અને મૃત્યુદરમાં ૩૭ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
જેના પરિણામે કેન્દ્ર સરકારે પણ આ કામગીરીની સરાહના કરીને ગુજરાત રાજ્યને “સ્ટેટ્સ વીથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ” શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે રાખ્યું છે.
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે આ ક્ષણે જણાવ્યુ હતું કે, ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર, શ્રેષ્ઠત્તમ સારવાર ઉપલબ્ધ કરાવીને મૃત્યુદર ઘટાડવા અને સ્વસ્થ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
છેલ્લા ચાર વર્ષના ડેટા પર નઝર કરીએ તો ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓ રજીસ્ટ્રેશનમાં વર્ષ ૨૦૨૨ માં ૧,૪૨,૧૩૩,વર્ષ ૨૦૨૩ માં ૧,૩૩,૬૭૭, વર્ષ ૨૦૨૪ માં ૧,૩૩,૮૦૫ નોંધણી થઇ છે.
જેની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા જાેતા વર્ષ ૨૦૨૨ માં ૧,૩૦,૪૩૮ , વર્ષ ૨૦૨૩માં ૧,૨૨,૫૮૮, અને વર્ષ ૨૦૨૪ માં ૧,૨૪,૬૭૧ ટીબીની બિમારીને મ્હાત આપીને સાજા થયા છે.
વર્ષ ૨૦૨૫ (જાન્યુઆરી થી એપ્રિલ) ની સ્થિતિ જાેતા ૪૫,૨૮૨ નવા ટી.બી.દર્દીઓની નોંધણી થઇ. અત્યારસુધીમાં રજીસ્ટ્રર થયેલ દર્દીઓ સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યા ૧૦૧૧ છે. જે વર્ષ ૨૦૨૪-૨૫ માં આ સમયગાળા દરમિયાન ૨૨૦૧ હતી. આમ ટીબીના કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે.
ટી.બી.ના દર્દીઓ સ્વસ્થ થાય અને મૃત્યુદર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ટીબી નિદાનના તમામ તબક્કામાં દર્દીઓને અતિજાેખમી(હાઇ રીસ્ક) અને ઓછા જાેખમી(લો રીસ્ક)ની શ્રેણીમાં વિભાજીત કરાય છે.
અતિજાેખમી ટીબીના દર્દીઓની સારવાર માટે સબ ડિસ્ટ્રીક્ટ થી મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલ સુધી તમામ પ્રકારની સારવાર , સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દવા શરૂ થવાના ૧૫ દિવસ બાદ અને ત્યારબાદ ૨ મહિના પછી સમગ્ર સ્થિતિનું મુલ્યાંકન કરવામાં આવે છે. છ મહિનાની દવાનો કોર્ષ પૂર્ણ થયાબાદ દર્દીની ટ્રૂનેટ(્િેીદ્ગટ્ઠં) થી બલગમના ટેસ્ટ સાથે એક્સ-રે આધારિત મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.

ટી.બી. દર્દીઓ માટે સારવાર, સેવાની વ્યવસ્થા
ગુજરાત રાજ્યમાં ટીબીના દર્દીઓના નિદાન માટે ૨,૨૫૧ નિ:શુલ્ક સૂક્ષ્મ પ્રયોગશાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે. ડ્રગ રેજીસ્ટંટ ટીબી(હઠિલા ટીબી) સહિતના ટીબીના નિદાન માટે ૩ ટીબી કલ્ચર પ્રયોગશાળા, ૭૪ ઝ્રમ્દ્ગછ્ મશીન અને ૧૪૧ ્ઇેંદ્ગછ્ મશીનની સેવા ઉપલબ્ધ છે.
વધુમાં રાજ્યના પ્રત્યેક તાલુકામાં ટીબી નિદાન માટેના ટ્રૂનેટ મશીન ઉપલબ્ધ બને તે માટે નવીન ૧૮૧ મશીનની ખરીદ પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.

નિક્ષય પોષણ યોજના હેઠળ ડ્ઢમ્ સહાય
ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા ભારત સરકાર દ્વારા દર મહિને રૂ. ૧૦૦૦ની સહાયતા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી દર્દીના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૨૪ માં ૧,૧૯,૮૩૩ દર્દીઓના ખાતામાં કુલ રૂ. ૪૬.૫૦ કરોડની સહાય ડ્ઢમ્ મારફતે જમા કરાવાઇ.

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન
જેના અતંર્ગત રાજ્યમાં ૧૦,૮૩૨ નિક્ષય મિત્રનું રજીસ્ટ્રેશન નિક્ષય પોર્ટલ પર કરવામાં આવ્યું છે. જેમાં દ્ગ.ય્.ર્ં., ઝ્ર.જી.ઇ, સ્થાનિક નિકાય સદસ્યોનો સમાવેશ થાય છે. નિક્ષય મિત્રના માધ્યમથી વર્ષ ૨૦૨૨થી અત્યારસુધીમાં ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા કુલ ૩,૭૯,૩૮૨ પોષણ કિટનું વિતરણ કરાયું છે. વર્ષ ૨૦૨૫ થી અત્યારસુધીમાં કુલ ૧૮,૦૦૦ પોષણ કિટનું વિતરણ કરાયું છે.
રાજ્યમાં ટીબીના દરમાં સતત ઘટાડો થાય અને વડાપ્રધાનશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન સાર્થક થાય તે દિશામાં ગુજરાત સરકારના અવિરત પ્રયાસો છે.

Related Posts