ધારી તાલુકાના રાજસ્થળી ગીર ગામ ખાતે તુલસીશ્યામ નજીક પ્રકૃતિ ના ખોળે આવેલ સુપ્રસિધ્ધ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે આગામી તારીખ 10/07ને ગુરૂવારે ગુરૂપૂર્ણિમા ના પાવન પ્રસંગે શ્રીપંચ દશનામ જુના અખાડા ના પરમ પૂજ્યશ્રી મહામંડલેશ્વર જયઅંબાનંદગીરીજી ગુરૂશ્રી વિશ્વ વંદનીય શ્રીમહંત હરિગીરીજી મહારાજ સંરક્ષક શ્રીપંચ દશનામ જુના અખાડા મહામંત્રી અખિલ ભારતીય અખાડા પરિષદ ના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી નું તેમના મોટી સંખ્યામાં શીષ્ય સમુદાય ભાઈઓ બહેનો દ્વારા પૂજન, અર્ચન, ફુલહાર કરી ગુરૂપૂજન કરશે આતકે આશ્રમ ખાતે ધ્વજારોહણ, મહાપ્રસાદ, સંપૂણ દિવસ દરમિયાન માતાજીના દર્શન, શ્રીયંત્ર દર્શન વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે આતકે આશ્રમ સેવક કૃષ્ણગીરી કાનાભાઈ લીંબડી, જનકગીરી ધારી, અમીતગીરી ગોસ્વામી, પ્રકાશગીરી સાવરકુંડલા, નિવૃત પી.એસ.આઈ. કુબાવત બાપુ સહિતના આશ્રમ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ અર્જુનગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
ધારી તાલુકાના રાજસ્થળી ગીર ખાતે હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.


















Recent Comments