તળાજા તાલુકાના પીગળી ગામ ખાતે આવેલા કૈલાસધામ આશ્રમ ખાતે તા.10 ને ગુરુવારે ગુરુપુર્ણિમા ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે સવારના 8 કલાકે ધ્વજા પૂજન અને ધ્વજા આરોહણ કરવામાં આવશે. ત્યારબાદ યજ્ઞ નો પ્રારંભ થશે અને ગુરુ પૂજન વિધિ પૂર્ણ કરવામાં આવશે.
બપોરેના 12 કલાકથી ભોજન પ્રસાદ અને રાત્રિના ભજન સંતવાણીના કાર્યક્રમો ના આયોજનો કરવામાં આવ્યા છે, આ ઉત્સવમાં સામેલ થવા માટે બાલાજી હનુમાન , કૈલાસધામ આશ્રમના પૂ. મહેશગીરી ગોસ્વામીએ જાહેર આમંત્રણ આપ્યું છે.


















Recent Comments