GVK EMRI ૧૦૮ અમરેલી ની ટીમે ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને શાંતાક્લોઝ ની વેશભૂષા માં ખુશ કર્યા
આજરોજ તારીખ:૨૫/૧૨/૨૦૨૦ ક્રિસમસની દુનિયામાં ઉજવણી થઇ રહી છે, ત્યારે અમરેલીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અનોખી રીતે ઉજવણી કરી હતી. GVK EMRI ૧૦૮ અમરેલી ટીમ તથા ખિલખિલાટ ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ના સ્ટાફે શાંતાક્લોઝના ડ્રેસમાં આવીને નાના બાળકોને ચોકલેટ આપીને ક્રિસમસ ની ઉજવણી કરી હતી.જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ અમરેલી ટીમ, અમરેલી ખિલખિલાટ ટીમ, તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દર વખતે કોઈ ને કોઈ નવતર પ્રયોગ કરી અન્યને પ્રેરણાદયી કામ કરે છે.આમ અનોખી રીતે ક્રિસમસ ની ઉજવણી કરી હતી
Recent Comments