GVK EMRI અમરેલી 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ દ્વારા બહેરા મૂંગા શાળાના બાળકો સાથે ધુળેટી ના પર્વની ઉજવણી કરાઈ
.
ઇમરજન્સી 108 માં સેવા બજાવતા કર્મચરીઓ હંમેશા લોકો ની સેવા માં 24×7 દિવસ અને રાત હંમેશા ખડે પગે રહેતા હોય છે, તેમજ હોળી અને ધૂળેટી જેવા તહેવારો માં પણ 108 ઇમરજન્સી કેસ માં પણ વધારો થતો હોય છે. સમગ્ર રાજ્યના લોકો રજા ઉપર હોઈ અને પોતાના પરીવારજનો સાથે ધૂળેટી ના પર્વ નો આનંદ લઇ રહ્યા હોય ત્યારે 108 ઇમરજન્સી સેવા અવિરત ચાલુ રહેતી હોય છે, અમરેલી માં આવેલ બહેરા – મૂંગા શાળા માં જઈને બાળકો ને રંગ લગાવીને ધૂળેટી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી અને શાળાના બાળકો અમરેલી 108 ની ટીમ થી ઉત્સાહીત થઈને જુમી ઉઠ્યા હતા અને ધૂળેટી ના પર્વ ની મજા માણી હતી
Recent Comments