GVK EMRI વડીયા ૧૦૮ દ્વારા પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું
તારીખ 02/02/21 ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અમરનગર ગામથી જેતપુર રોડ ઉપર આવેલ શિતળા માતાજીના મંદિર નજીક ફોરવીલ પલટી ગઈ હતી.આ બનાવ ની જાણ થતા વડિયા 108 ની ટીમના કર્મચારીઓ EMT સુનિલભાઈ લીંબાણી અને Pilot દેવતભાઇ પરમાર ઝડપથી સ્થળ પર પહોંચ્યા. કારમાં ત્રણ વ્યક્તિ સવાર હતા.આ અકસ્માતમાં કાર ની અંદર ૩ વ્યકિત ફસાઈ ગયા હતા, જેને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં પ્રિયેન ભાઈ અલ્પેશભાઈ નસીબ ઉમર વર્ષ 25 જેઓ ઇજાગ્રસ્ત થયેલા અને બીજા બે પૈકી ખુશાલભાઈ સંજયભાઈ ડોબરીયા અંદાજે ઉંમર વર્ષ 26 તથા , કેવલ ભાઈ હિંમતભાઈ રાદડિયા અંદાજે ઉંમર વર્ષ ૨૭ નું જેઓનું ઘટનાસ્થળ પર મૃત્યુ થયેલ હતું. ઘાયલ પ્રિયેન ભાઈ ને સ્થળ પર પ્રાથમિક સારવાર આપી. પ્રિયેનભાઈ અર્ધબેભાન અવસ્થા , ફેક્ચર અને માથાના ભાગ મા ઈજા હોય તેને એમ્બ્યુલન્સ મા લઈને તાત્કાલીક વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ જેતપુર ખસેડ્યા હતા. આ દરમિયાન દર્દી પાસેથી મળી આવેલ ૩ android મોબાઇલ , રોકડ રકમ , અગત્યના ડોક્યુમેન્ટ એટીએમ કાર્ડ, આધારકાર્ડ , પસૅ . આમ અંદાજે મુદ્દામાલ અંકે રૂપીયા ૪૫,૦૦૦/- નો મળી આવેલ જે તેમના સબંધી શ્રી સંદીપભાઈ નરસિંહભાઈ મોવલિયા રહે, બાટવા દેવડી તાલુકો વડિયા કુકાવાવ ને 108 વડીયા ના સ્ટાફ EMT સુનિલ ભાઈ લીંબાણી અને Pilot દેવદત્ત ભાઈ પરમાર એ સહી સલામત પરત કરેલ તેમજ વડીયા 108 ના સ્ટાફે સારવારની સાથે સાથે પ્રમાણિકતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડતા દર્દીના સબંધીએ આભાર વ્યક્ત કર્યો હતો
Recent Comments