GVK EMRI 108 ઇમરજન્સી સેવા દ્વારા અમરેલી જિલ્લા માં પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી
108 ઇમરજન્સી સેવા 24x 7 તેમજ 365 દિવસ કાર્યરત ખિલખિલાટ સેવાના કર્મચારી દિવસ અને રાત જોયા વગર 24 કલાક લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે અને તેમનો માત્ર એકજ સંકલ્પ છે માનવ જીવન બચાવવા ની સાથે પર્યાવરણ નું જતન અને બચાવવા માટે નો સંકલ્પ કરવા માં આવ્યો હતો
આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમરેલી શહેર તેમજ 108 ના દરેક લોકેશન માં પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ ડો. કલામ ઇન્સ્ટિટ્યૂટ અમરેલી ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં શ્રી ગૌરાંગ મકવાણા સર જિલ્લા કલેક્ટરશ્રી અમરેલી તથા પ્રિયંકા ગેહલોત મેડમ ACF વનવિભાગ અમરેલી જ્યોતી મેડમ RFO વનવિભાગ અમરેલીના અધિકારીઓ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને કર્મચારીઓ ની કામગીરી ને બિરદાવી હતી.
Recent Comments