અમરેલી

GVK EMRI 108 ગુજરાતના ઓપરેશન હેડ સતીષ પટેલ અમરેલીની મુલાકાતે

તારીખ 19/10/2021 ના રોજ GVK EMRI 108  ગુજરાતના ઓપરેશન હેડ સતીષ પટેલ એ સિવિલ હોસ્પિટલ અમરેલી મુકામે  ૧૦૮ સેવા અને ખિલખિલાટ નાં કર્મચારી ની મુલાકાત લીધી અને આ કોરોનાની મહામારીમાં તેમજ તૌકતે વાવાઝોડા દરમિયાન 108 સેવા ની સુંદર કામગીરી કરતા કર્મચારીઓને એ કરેલ કામગીરીને બિરદાવી હતી અને ઉત્સાહ વધાર્યો હતોસાથે  સતીષ પટેલે જણાવ્યુ હતુ કે 108 ના તાલીમબદ્ધ કર્મચારી ઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કટીબદ્ધ અને તત્પર રહે છે તૌકતે વાવાઝોડા ની આગાહી મળતાં જિલ્લા વહીવટી તંત્ર ના સંકલન માં રહી ને વાવાઝોડાની પરિસ્થિતિની તૈયારી કરવામાં આવી હતી.અમરેલી 108 ની સેવા દ્વારા અનેક સગર્ભા માતા અને ઈજા ગ્રસ્ત લોકો ને તૌકતે વાવાઝોડા દરમિયાન સેવા મળી હતી

Related Posts