fbpx
અમરેલી

*”GVK EMRI Amreli 108 ટીમ અમરેલી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

સમગ્ર દેશ અને દુનિયા 21 જૂને  આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવી રહેલ છે ઈમરજન્સી સેવા 108,  ખિલખિલાટ તેમજ ૧૮૧ અભ્યમ્  મહિલા હેલ્પલાઇન દ્વારા યોગ દિવસ ની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી હતી તમામ કર્મચારી દ્વારા વિવિધ પ્રકારના યોગ અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. યોગ નિયમિત કરવામાં આવે તો કોઈ રોગ પાસે આવતો નથી. તથા શરીર માં રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, અને શરીર તંદુરસ્ત રહે છે. આ સંદેશ સાથે હર હંમેશ લોકોના સારા સ્વાસ્થ્ય માટે જીવ ના જોખમે ૨૪x૭ કાર્યરત અને કોરોના મહામારી સમયે પણ અડગ અને કોરોના વોરિયર્સ તરીકે પણ કામગીરી કરનાર અમરેલી ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ તથા અમરેલી ખીલખીલાટ તથા અભ્યમ્ ૧૮૧ અને કરુણા એનીમલ એમ્બ્યુલન્સ 1962 ના કર્મચાીઓ એ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરી હતી. અમરેલી જીલ્લા ઉચ્ચ અધિકારી શ્રી ચેતન ગાધે સાહેબ તથા જિલ્લા અઘિકારી શ્રી યોગેશ જાની સાહેબ દ્રારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts