અમરેલી

GWIL ચાવંડ પમ્પિંગ સ્ટેશન પર વિવિધ જોડાણ કરવાની કામગીરી શરુ થશે

 નર્મદા પાઇપલાઇન આધારિત GWIL હસ્તકના ગઢડા હેડવર્કસથી ચાવંડ હેડવર્કસ સુધીની ૧,૨૦૦ મી.મી વ્યાસની એમ.એસ મુખ્ય પાઇપલાઇનના GWIL ચાવંડ પમ્પિંગ સ્ટેશન પર જુદાં-જુદાં જોડાણ કરવાની કામગીરી શરુ થવાની છે. આ કામગીરી હોવાથી ચાવંડ પમ્પિંગ સ્ટેશન પરથી પાણી પુરવઠો મેળવતા અમરેલી જિલ્લાની વિવિધ ૯ જૂથ પાણી પુરવઠા યોજનાઓમાં સમાવિષ્ટ લાભાર્થી શહેરો અને ગામોને, જુલાઇ-૨૦૨૪ની તા.૧૦ થી તા.૧૪ સુધી પાંચ દિવસ શટડાઉન રહેવાના કારણે પાણી પુરવઠો પ્રાપ્ત થઇ શકે તેમ નથી. આ પાઇપલાઇનના માધ્યમથી હેડવર્ક્સ દ્વારા પાણી મેળવતી તમામ ગ્રામ પંચાયત તથા નગરપાલિકાઓને આ સમય દરમ્યાન સ્થાનિક કે અન્ય સ્રોતમાંથી પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા સ્થાનિક કક્ષાએ કરવા સહકાર આપવા અનુરોધ છે. આ સમયગાળા દરમિયાન સંબંધિત સંસ્થાઓએ જરુરી વ્યવસ્થા કરી ગુજરાત પાણી પુરાવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને આ કાર્યમાં સહકાર આપવા જાહેર જનતાને તથા સ્થાનિક સંસ્થાઓને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, અમરેલીના કાર્યપાલક ઈજનેરશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

Related Posts