ગુજરાત

જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વગરની કાળી સ્કોરપીઓ ગાડીમાં વીરપુર પહોંચ્યા; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાછળના રસ્તે મંદિરમાં અંદર લઈ જવાયા

પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશને ખૂબ મોટા જન આક્રોશ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે આખરે ભાન આવ્યું છે. વીરપુરમાં શ્રી જલારામ બાપાના મંદિરે પહોંચીને સ્વામીએ આખરે માફી માગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા શ્રી જલારામ બાપા અંગે કરેલી વિવાદિત ટિપ્પ્ણી બાદ રઘુવંશી સમાજ અને બાપાના ભક્તોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. સ્વામી રૂબરૂ શ્રી જલારામ બાપાનાં મંદિરે આવી માફી માંગે તેવી માંગો ઊઠી હતી.

આ વિવાદ વધતા શુક્રવારે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર ખાતે શ્રી જલારામ બાપાનાં મંદિરે પહોંચ્યા હતા. નંબર પ્લેટ વિનાની બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં વીરપુર આવ્યા હતા. સ્વામીને વીરપુરમાં પાછળની જગ્યાથી જલારામ બાપા મંદિરે લઈ જવાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી જેવામાં આવ્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામીએ શ્રી જલારામ બાપાનાં મંદિરે રૂબરૂ આવીને માફી માગી હતી. જાે કે, આ દરમિયાન જ્ઞાનપ્રકાશ સ્વામી મીડિયાને જવાબ આપવાથી બચ્યાં હતા. નોંધનીય છે કે, અગાઉ પણ સ્વામીએ વીડિયો બનાવીને માફી માગી હતી. પરંતુ, બાપાનાં ભક્તોમાં રોષ હજી પણ યથાવત જાેવા મળ્યો હતો.

Follow Me:

Related Posts