ગુજરાત

H૩N૨ અંગે રાજકોટ એઇમ્સના ડિરેક્ટરે કહ્યું,’આ સામાન્ય ફ્લૂ છે, ગભરાવવું નહિ છતાં સાવચેતી જરૂરી’

કોરોના વાઇરસનો કહેર બીજી તરફ કોરોના વાઇરસ જેવાં જ લક્ષણો ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું હોય તેમ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. જાે કે રાજકોટ એઇમ્સના ડિરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ૐ૩દ્ગ૨ કોઇ ગંભીર વાઈરસ નથી સામાન્ય ફ્લૂ જેવો છે તેનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવું જરૂરી છે.

કોરોનાની ઘાતક બીજી લહેર હજુ પણ લોકો ભૂલી શક્યા નથી તેવામાં હવે ગુજરાતમાં કોરોના બાદ ૐ૩દ્ગ૨ નામના નવા વાઈરસની શરૂઆત થવા પામી છે. આ બધા વચ્ચે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ વાઈરસ પણ અન્ય વાઈરસની જેમ સામાન્ય વાઈરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાઇરસથી ડરવાની જરૂર નથી. રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે વધુમાં જણાવ્યું કે, ૐ૧દ્ગ૧ એટલે કે સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલા ૐ૩દ્ગ૨ વાઈરસ. આ વાઈરસથી ગભરાવવાની કોઈ જરૂર નથી.

આ ફ્લૂના કારણે દર્દીઓ ૩-૪ સપ્તાહ સુધી શરદી-ઉધરસની બીમારીઓથી પીડાતા હોય છે. આવા સંજાેગોમાં ફરી કોવિડ ગાઇડ લાઇનના નિયમોનું પાલન અને સાવચેતી જ બધા લોકોને વાઈરસના બમણા એટેકથી બચાવી શકશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્યની અંદર કોરોનાના ૫૮ કેસ નોંધાયા છે. જેની સામે ૨૩ દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં ૧૦૫૨ દર્દીઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts