અમરેલી શહેરની સિદ્ધિવિનાયક સોસાયટીમાં આવેલ શ્રી ગણપતિ મંદિરે દર શનિવારે યોજાતા હનુમાન ચાલીશા કેન્દ્ર અંતર્ગત તા. ૦૬-૦૯-૨૦૨૫, શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભક્તિમય વાતાવરણમાં હનુમાન ચાલીશાનું પઠન કરવામાં આવેલ હતું. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહમાં હનુમાન ચાલીસા પાઠન થતા મંદિર પરિસરમાં આધ્યાત્મિક ઊર્જા પ્રસરી ઉઠી હતી.
આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડૉ. જી. જે. ગજેરા તથા એડવોકેટશ્રી દડુભાઇ ખાચર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના પ્રાંસગીક ઉદબોધનમાં જણાવેલ કે, સમૂહમાં કરવામાં આવતું હનુમાન ચાલીશાનું પઠન સમાજમાં ભક્તિ, શાંતિ, સંગઠન, એકતા અને સકારાત્મક ઊર્જા પ્રસારે છે. આવા કાર્યક્રમો સમાજજીવનને વધુ સુખ-શાંતિમય બનાવવા માટે અત્યંત આવશ્યક છે.
કાર્યક્રમ દરમિયાન સિદ્ધિવિનાયક સોસાયટીના આગેવાનો તથા તમામ ભાઈ-બહેનો ખૂબજ શ્રદ્ધા, ઉમંગ અને સેવા-ભાવ સાથે જોડાયા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિએ પ્રસાદીનું આયોજન શ્રી દિનેશભાઇ અને વિરેનભાઈ માંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત શ્રી ગણપતિ મંદિર તરફથી ગણપતિ મહોત્સવ નિમિત્તે આઈસક્રીમ પ્રસાદીનું પણ આયોજન લલિતભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
આગામી સમયમાં દર શનિવારે નિયમિત રીતે હનુમાન ચાલીસા કેન્દ્રનું આયોજન થશે તેવો નિશ્ચય પણ સૌ ભક્તોએ કર્યો હતો. કાર્યક્રમની સફળતા માટે સિદ્ધિવિનાયક સોસાયટીના સભ્યશ્રી પ્રા. એમ. એમ. પટેલ, ટોમભાઈ અગ્રાવત, હરેશભાઇ પંચોલી, ભરતભાઈ ટી. પટેલ, રણછોડભાઈ રાઠોડ, આર. ડી. ઝાલા, અરવિંદભાઇ સોલંકી, દિનેશભાઇ માંડલીયા, વિરેનભાઈ માંડલીયા, રુચિતભાઈ પટેલ, કલ્યાણભાઈ દુધરેજીયા,આકાશભાઈ અગ્રાવત, ભટ્ટભાઇ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી તેમ ટોમભાઇ અગ્રવાતની યાદી જણાવે છે.


















Recent Comments