અમરેલી

સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા હનુમાન ચાલીસા પાઠ નું આયોજન કરવામાં આવ્યું.

સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ધાર્મિક ભાવ સાથે હનુમાન ચાલીસાના ભવ્ય પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા ભક્તોએ સપરિવાર અને મિત્રો સાથે મળીને હનુમાન ચાલીસાનું ગાન કર્યું હતું અને હનુમાનજીની આરાધના કરીને ધન્યતા અનુભવી હતી.
આગામી રામનવમીના પવિત્ર દિવસે સાવરકુંડલા નગર માં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તોએ ઉત્સાહભેર જોડાશે. આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવનની ઝાંખી દર્શાવતા વિવિધ ફ્લોટ્સ, વિવિધ સમાજના ફ્લોટ્સ, રજવાડી રથ, ડી.જે, ભજન મંડળીઓ અને ઢોલ-નગારાના તાલે ભક્તો રામ ભક્તિમાં લીન થતા જોવા મળશે. શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ શરબત, છાશ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ શોભાયાત્રા સનાતન આશ્રમ, જેસર રોડ થી બપોરે 2:00 કલાકે પ્રસ્થાન થઈને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રામજી મંદિર, જીજુડા ગેટ ખાતે પૂર્ણ થશે. શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા ના રૂટ પર ધજા પતાકા સ્ટીકર શ્રી રામ જન્મોત્સવ કાર્યાલય – પોસ્ટ ઓફિસ રોડ સાવરકુંડલા ખાતેથી મેળવી લેવા વિનંતી કરી હતી. આ શોભાયાત્રા સાવરકુંડલાના નગરજનો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ અને સંસ્કૃતિનો ભાગ છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts