fbpx
ગુજરાત

હાટકેશ્વર બ્રિજનાકોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાનાભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો

કાંકરેજનાઉંબરી પાસે બનાસ નદી ઉપરનો પુલ તકલાદી નિકળ્ય પુલ નબળો હોવાથી અહીં ટ્રેન ખુબજ ધીમી સ્પીડેહંકારવી પડે છેઅમદાવાદના બહુચર્ચિતહાટકેશ્વર બ્રિજનાકોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાનાભ્રષ્ટાચારનો વધુ એક મોટો પુરાવો સામે આવ્યો છે. જેમાં કાંકરેજનાઉંબરી પાસે બનાસ નદી ઉપરનો પુલ તકલાદી નિકળ્યો હતો. ત્યારે પુલ નબળો હોવાથી અહીં ટ્રેન ૧૦ કિલોમીટરની સ્પીડેહંકારવી પડે છે. અને મળતી માહિતી મુજબ રેલવેનેનબળાબ્રિજને કારણે ૧૦૦ કરોડનું નુકસાન સર્જાયું છે.આ ઘટનામાં નદીમાં પુર આવતા નબળો બ્રિજ હોવાની પોલ ખુલી ગઈ હતી. ત્યારે પુલ નબળો હોવાના કારણે ટ્રેન ૧૦ કિલોમીટરની સ્પીડેહંકારવી પડે છે તેમ રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું હતું. પુલની આ ઘટનાને લઇ વધુ એક વખત અજય ઈન્ફ્રાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઇ લોકોમાં રોષ જાેવા મળ્યો છે.

આ બાબતે સૂત્રોના જણાવ્યા આધારે કાંકરેજનાઉંબરી પાસે બનાસ નદી ઉપર ૧૦ વર્ષમાં બ્રિજનાસળિયાદેખાવા લાગ્યા હતા. જેમાં પિલ્લરમાંથીકોંક્રીટ પણ નિકળવા લાગ્યું હતું. જર્જરીત બ્રિજ ગમે ત્યારે ધસી પડે એવી શક્યતા દેખાઇ રહી છે. આ ઘટનાને લઇ રેલવેએવિજિલન્સ તપાસ બાદ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વર્ષ ૨૦૧૩ માં બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આટલા વર્ષોમાંજબ્રિજની સ્થિતી આવી થતા અને બ્રિજની નબળી કામગીરીના કારણે મોટી દૂર્ઘટનાનું સંકટ સર્જાયું છે. જે તમામ બાબતે રેલ્વેવિજિલન્સ તપાસ બાદ રેલવે વિભાગે અજય ઇન્ફ્રા મહેસાણા સામે ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts