આણંદમાં દારૂ પકડવાની જગ્યાએ દારૂનો જથ્થો સાચવતો હતો, દારૂની બોટલો મકાનમાં છુપાવીને રાખવામા આવી હતી. અંદાજે ૨૪૦ બોટલ રૂ. ૩.૬૩ લાખી ઝડ્પાઈ છે. આણંદના પેટલાદમાં દારૂબંધીના કાયદાના લીરા ઉડાવતી ઘટના બની છે, જ્યારે પોલીસ હેડકોન્સટેબલ સુનિલ મકવાણાના ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. ૨૪૦ બોટલ વિદેશી દારૂ, જેની કિંમત લગભગ ૩.૬૩ લાખ રૂપિયા છે. સુનિલ મકવાણાની મકાનમાં છાપા દરમિયાન મળ્યો.
આ દારૂ ૩૧મી ડિસેમ્બર માટે બુટલેગરો દ્વારા ઊતારવામાં આવ્યો હતો, જેનાં સંદર્ભમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. સુનિલ મકવાણાએ પુછપરછમાં કબૂલાત કરી કે, બુટલેગર મોહસીન મિઆ મલેક અને તેના સાથીઓએ ગત ૨૨ ડિસેમ્બરે સુનિલ મકવાણાના ઘરે દારૂનો જથ્થો છુપાવવો કહ્યો હતો, કારણ કે તેઓ દારૂ વેચવા માટે તૈયાર હતા. આ બાતમી પર ન્ઝ્રમ્ પોલીસ દ્વારા સુનિલ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી અને આ કાર્યવાહી અંતર્ગત મોહસીન મિયા મલેક અને તેના સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, પોલીસને એ પણ જાણકારી મળી હતી કે બુટલેગરો આ દારૂને મકાનમાંથી અન્ય જગ્યાએ પણ ટ્રાન્સફર કરી રહ્યા હતા. પેટલાદના કાજીવાડામાં સત્તાવાર દરોડા પાડતાં, ૧.૯૫ લાખની કિંમતનો વધુ ૧૩૯ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ઘટના પોલીસ માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા માટે જવાબદાર હેડકોન્સટેબલ પોતે જ વિદેશી દારૂના કારોબારમાં સંકળાયેલો હતો.


















Recent Comments