ઘોઘા તાલુકાના નેસવડ ગામે શ્રીમતી એન. સી. ગાંધી અને શ્રીમતી બી. વી. ગાંધી મહિલા આર્ટ્સ અને
કૉમર્સ કૉલેજ, ભાવનગર દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ની વાર્ષિક શિબિર યોજાઈ હતી. આ શિબિરના
છઠ્ઠા દિવસે ‘મેડિકલ કેમ્પ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આયુષ્માન આરોગ્ય મંદિર અને પી.એચ.સી. ટીમ દ્વારા તપાસ કેમ્પમાં નેસવડના સરપંચ શ્રી રમેશભાઈ ડાભી
દ્વારા સંકલન સાધવામાં આવ્યું હતું. ડો. રાકેશ ખીમાણી અને ડૉ ધવલ દવેના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી.
વાળુકડની ટીમ તથા આર.બી.એસ.કે. ના ડૉ. દયા વિરાણી અને ડૉ. મુબારક ચોકિયા દ્વારા કુલ ૧૧૦ વિદ્યાર્થીનીઓની
ઊંડાણપૂર્વક સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી. આયુષ્માન આરોગ્ય મંદિરના સ્ટાફ દ્વારા શિબિરાર્થીઓના વજન
અને ઊંચાઈની માપણી કરવામાં આવી હતી તેમજ તમામના હિમોગ્લોબિનની પણ તપાસ કરવામાં આવી હતી.
તબીબી ટીમની સાથે પી.એચ.સી. વાળુકડના એમ.પી.એચ.ડબલ્યુ., સી.એચ.ઓ. અને એફ.એચ.ડબલ્યુ.
દ્વારા વિદ્યાર્થિનીઓને કિશોરાવસ્થા દરમિયાન રાખવી પડતી કાળજી, વ્યક્તિગત સ્વચ્છતા (Hygiene) અને પૌષ્ટિક
આહાર અંગે વિસ્તૃત હેલ્થ એજ્યુકેશન પૂરું પાડવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત અને આયોજક ટીમ વચ્ચેના
સંકલનથી આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત ૨૪ ડિસેમ્બરથી શરૂ થયેલી આ શિબિરમાં ગ્રામ સફાઈ,
સાયબર સિક્યુરીટી અને રોડ સેફટી જેવા અનેક જનજાગૃતિના કાર્યક્રમો યોજાય હતા. કોલેજના આચાર્ય ડૉ.
બલભદ્રસિંહ આર. ચુડાસમા અને પ્રોગ્રામ ઓફિસર ડૉ. હિતેશ જી. વાળા તથા ડૉ. દેવીબેન વી. ખૂંટી શિબિરનું
સંચાલન કર્યું હતું.
ઘોઘા તાલુકાના નેસવડ ગામે એન.એસ.એસ. શિબિરમાં આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો


















Recent Comments