અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ કે. કે. મહેતા સરકારી હોસ્પિટલની આરોગ્યલક્ષી  કામગીરી

કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલાની અત્યાર સુધીની ઐતિહાસિક સિધ્ધી 

ડો.હાર્દિક બોરીસાગર અને ડો.ધર્મેશકુમાર રામાણી ગાયનેક ડોક્ટર દ્વારા ઓક્ટોબર માસમાં ૨૭૩ પ્રસૂતિઓ જેમાથી ફક્ત ૫૮ સીઝરિયન પ્રસૂતિઓ કરવામાં આવેલ એ સિવાય તમામ ૨૧૫ પ્રસૂતિઓ નોર્મલ કરેલ જે અત્રેની હોસ્પિટલની અત્યાર સુધીની હાઇએસ્ટ પ્રસૂતિ છે.  અને ચાલુ માસ દરમિયાન ૮૦ પ્રસૂતિઓ કરવામા આવેલ છે. જેમાં ૨૦ સીજરિયન અને ૬૦ નોર્મલ પ્રસૂતિઓ છે. આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન કુલ ૧૭૩૫ પ્રસૂતિઓ જેમાં ૧૨૬૪ સામાન્ય (નોર્મલ) અને ૪૭૧ સીઝરિયન પ્રસૂતિઓ, પીપીયાઈયુસીડી (આંકડી મુકેલ)- ૧૨૭૦, ટી.એલ. (સ્ત્રી વ્યંધિકરણના ઓપરેશન) – ૨૬૦ ANC ઓપીડી – ૧૫૩૪૨ તેમજ ગાયનેક ઓપીડી – ૨૦૪૨૬ , બ્લડ ટ્રાન્સ્ફ્યૂઝન – ૩૪૦ નો સમાવેશ થાય છે આ ઉપરાંત અત્રેની સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે ગાયનેક વિભાગમાં સ્ત્રી રોગ માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ સમયે  શ્રેષ્ઠ કાળજીઓ અને સારવાર પૂરું પાડે છે.  તેમજ નવજાત શિશુને જન્મની સાથે અપાતાં તમામ વેક્સિન પણ આપવામાં આવે છે. 

બાળકોના નિષ્ણાંત ડો.ઇબ્રાહિમ લક્ષ્મીધર સાહેબ સોમવાર થી શુક્રવાર દરરોજ ઓપીડી સમય દરમિયાન મળશે તેમજ બાળકો ને દાખલ થવા માટે NBSU વિભાગ પણ ચાલુ કરવામાં આવેલ છે અને હાલ ૫ બાળકો કાચની પેટીમાં સારવાર હેઠળ છે.

આયુષમાન કાર્ડ અંતર્ગત નીચે મુજબની સેવાઓ ઉપલબ્ધ છે. 

૧. ડાયાલીસીસની સેવાઓ

૨. ડોગબાઇટ (કૂતરું કરડે તો તેની સારવાર)

૩. સીઝરિયન પ્રસૂતિ

૪. નોર્મલ પ્રસૂતિ

૫. કુટુંબ નિયોજનના ઓપરેશનમાં

૬. ટાઇફોઇડની સારવાર

૭. મેલેરિયાની સારવાર

૮. તાવ વાઇરલ ઇન્ફેક્શનની સારવાર

૯. એપેન્ડિક્સના ઓપરેશન

૧૦. હરનિયાના ઓપરેશન 

૧૧. તેમજ સર્જરીને લગતા મેજર – માઇનર (નાના-મોટા) ઓપરેશનો 

નોંધ :  ૧ આયુષમાન કાર્ડ અંતર્ગત લાભાર્થીને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પેટે રૂ.૩૦૦/- મળવાપાત્ર રહેશે. 

૨. અત્રેની હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય તેવા તમામ રિપોર્ટ તેમજ અત્રે ઉપલબ્ધ ન હોય તેવી દવાઑના બિલોનું ચૂકવણું આ કાર્ડ અંતર્ગત મળવાપાત્ર રહેશે.

Related Posts