અમરેલી

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત, અમરેલીમાં સ્વસ્થ સમાજ અને સુખમય જીવનનું માર્ગદર્શન આપતો યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે

સમગ્ર રાજ્યમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવી અને નાગરિકો સુખાકારીમય જીવન પસાર કરે તેવા ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન ચાલી રહ્યું છે. આ કડીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા અમરેલી શહેરમાં આગમી તા.૦૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ એક યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી દ્વારા વર્ચ્યુઅલ માર્ગદર્શન આપવામાં આવશે. નવા વર્ષમાં સ્વસ્થ સમાજ અને સુખમય જીવન તરફની એક નવી પહેલ અંતર્ગત આ નિશુલ્ક કાર્યક્રમ દ્વારા નગરજનોને સ્વસ્થ અને મેદસ્વિતા મુક્ત જીવન જીવવા માટે નવી દિશા દર્શાવવામાં આવશે.

આ કાર્યક્રમ શહેરના બી.એ.પી.એસ હોલ, પ્રમુખ વાટિકા, પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં બપોરે ૩.૦૦થી ૬.૦૦ કલાકે યોદાશે. કાર્યક્રમમાં સ્થળ પર તેમજ અગાઉથી રજિસ્ટ્રેશન કરરાવી શકાશે. વધુ માહિતી માટે મોબાઇલ નં. ૯૦૩૩૩૧૬૮૪૧, ૯૪૨૭૦ ૩૦૨૮૫નો પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.

Related Posts