કર્ણાટકમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે બેંગલુરુમાં અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. બેંગલુરુમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. જેના કારણે અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમજ ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકોને ઘણું નુકસાન થયું. હવામાન વિભાગે ઉત્તરા કન્નડ, ઉડુપી, બેલાગવી, ધારવાડ, ગદગ, હાવેરી અને શિવમોગ્ગા જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
સાથેજ બેંગલુરુ, તુમકુરુ, રામનગરા, મૈસૂર, મંડ્યા, કોડાગુ, કોલાર, હસન, ચિક્કામગાલુરુ, ચિક્કાબલ્લાપુર, ચામરાજનગર અને ગ્રામીણ-શહેરી કન્નડમાં આજે પણ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉડુપી, કન્નડ, બાગલકોટ, બેલગવી, બિદર, કપ્પ્લાબુર્ગી, હાવપુર્ગી, કૌપ્પાગરીવાડ માટે બે દિવસ ચેતવણી જારી કરવામાં આવી છે.
Recent Comments