ગુજરાત

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું

છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધા બાદ ગુજરાતમાં ફરીવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે સોમવારે (18 ઓગસ્ટ) 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.  ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.

5 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે 18 ઓગસ્ટે પોરબંદર, જુનાગઢ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

19 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અન્ય 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

20 ઓગસ્ટે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 21 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ મુજબ, આગામી 22-23 ઓગસ્ટના રોજ 11 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં ભેંસાણમાં 6, જામકંડોરણા, ગોંડલ, દાંતીવાડામાં 4 , નાંદોદ અને હળવદમાં 3, ભરૂચ, હાંસોદ, ખંભાળિયામાં 2.5, દસાડા, રાણપુર, ખેડામાં સવા 2 ઈંચ વરસાદ પડ્યો છે. આટલા વરસાદથી જે તે વિસ્તારોમાં વરસાદી પાણી જમા થઈ ગયા છે. સ્થાનિકો અને મુસાફરોને માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં અવરજવરમાં તકલીફ પડી રહી છે. જો કે છેલ્લા 24 કલાકમાં એક સાથે 217 તાલુકામાં વરસાદ ખાબકી જતા ગુજરાતમાં ગરમીનો પારો ગગડી ગયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Related Posts