ગુજરાત

ગુજરાતમાં આજથી 16 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લાઓમાંભારે વરસાદની આગાહી

થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આજે (રવિવાર 14 સપ્ટેમ્બર)થી આગામી 6 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં સાયક્લોનિકસર્ક્યુલેશન અને લો પ્રેશરસિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી અનુસાર, આગામી 14થી 16 સપ્ટેમ્બર સુધી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ રહેશે. સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.

વર્તમાન ચોમાસામાં ગુજરાતમાં 28 ટકા વધુ વરસાદ વરસ્યો છે. આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદનું વિધ્ન રહેવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, નવરાત્રિમાંહળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાંનવરાત્રી સમયે પડી શકે છે વરસાદ. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે.

હવામાન વિભાગનું માનવું છે કે, નૈઋત્યનાચોમાસાનીવિદાયની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થશે. દર વખતની જેમ આ વખતે પણ નૈઋત્યનુ ચોમાસુ રાજસ્થાનથી પાછુખેંચાવાની શરૂઆત થશે.

હવામાન વિભાગ મુજબ, આગામી 14 સપ્ટેમ્બરથી16 સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનાછૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. 

18-19 સપ્ટેમ્બરની વાત કરીએ તો, આ બંને દિવસ દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી 4થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારેથીઅતિભારે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે.

અંબાલાલ પટેલની આગાહીએખેલૈયાઓમાં ચિંતા વધારી દીધી છે. અંબાલાલે આગાહી કરી છે કે નવરાત્રીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 22 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી નવરાત્રીમાં છઠઠ્ઠાનોરતેથીદશેરા સુધી વરસાદનું વિધ્ન રહી શકે છે.

Related Posts