રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. જાેકે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અમુક વિસ્તારમાં લોકોને હાલાકી પણ જાેવા મળી હતી. ગુરુવારે (૩ જુલાઈ) વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી શરુ કરી છે. સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાએ વિનાશકારી સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડબ્રહ્મા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઈંચ અને વડાલીમાં માત્ર ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઈડર, પ્રાંતિજ, કડિયાદરા, ચોટાસણ, અને ચોરવાડમાં પણ ભારે વરસાદે નદી-નાળાઓ છલકાવ્યા, રસ્તાઓ પર પાણી ભરાયું, અને જનજીવન અસ્તવ્યસ્ત થયું. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ઘોડાપૂર આવતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે વડાલીના અંડરબ્રિજમાં પાણી ભરાવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં નદીકાંઠાના ગામોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીની નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે. ખેડબ્રહ્મામાં ૨૪ કલાકમાં ૫ ઈંચ વરસાદે ખેતરોને બેટમાં ફેરવી દીધા, જેના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મકાઈ, બાજરી, અને શાકભાજીના પાક પાણીમાં ડૂબી ગયા, જેનાથી ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે.
વડાલીમાં માત્ર ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદે ખેતરોને જળબંબાકાર કરી દીધા. વડાલીના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો, અને ઘણા વાહનો પાણીમાં બંધ પડી ગયા. સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને પણ આ પાણી ભરાવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઈડર અને પ્રાંતિજમાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે કડિયાદરા, ચોટાસણ, અને ચોરવાડમાં નદી-નાળાઓ ઉભરાઈ ગયા, જેના કારણે ગામડાઓમાં પૂરનું જાેખમ વધ્યું છે.
સાબરકાંઠા-ઈડર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું, જેના પગલે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો. વડાલીના રેલવે અંડરબ્રિજમાં પાણીનું સ્તર ઊંચું આવી જતાં વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જાેવી પડી. ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા, અને સવારના સમયે મુસાફરો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું નવીનીકરણ કામ ચાલી રહ્યું હોવા છતાં, અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે હજુ સુધી કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
હરણાવ નદીમાં ઘોડાપૂર, ગામોને એલર્ટ
ખેડબ્રહ્મા તાલુકામાં મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદે હરણાવ નદીમાં ઘોડાપૂર લાવ્યું છે. નદી ભયજનક સપાટીથી વહી રહી હોવાથી નદીકાંઠાના ગામોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રે નાગરિકોને નદીની નજીક ન જવાની અને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી છે. આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડમાં છે, અને રાહત તથા બચાવ ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ખેડૂતો અને સ્થાનિકોની હાલાકી
ભારે વરસાદે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ખેતરોમાં ભરાયેલા પાણીએ પાકને નુકસાન કર્યું, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. વડાલીના રહેવાસીઓએ ડ્રેનેજ સિસ્ટમની નબળી વ્યવસ્થા પર રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે નાળાઓની સફાઈ ન થવાને લીધે પાણીનો નિકાલ થઈ શક્યો નથી.
ઉત્તર ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ, સૌથી વધુ ઈડરમાં ૫.૫૧ ઇંચ ખાબક્યો



















Recent Comments