લાઠીના હિરાણા એપ્રોચ રોડ પર સિંચાઈ વિભાગના પથ્થરના બાંધકામવાળા હયાત પુલ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. તેના મુજબ વૈકલ્પિક રુટ અનુસાર હિરાણા એપ્રોચ રોડ પરથી પસાર થતા ભારે વાહનોએ હીરાણાથી બાબરા થઈને જામબરવાળા-હિરાણા રોડ પરથી પસાર થવાનું રહેશે.
આ જાહેરનામુ ઉક્ત પુલ નવો ન બને અથવા મરામત કરી અવર જવર માટે સલામતીની દ્રષ્ટિએ સુરક્ષિત ન બને ત્યાં સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ અન્વયે શિક્ષાપાત્ર ઠરશે.


















Recent Comments