અમેરિકાના ઈડાહોમાં બરફથી થીજી ગયેલા જળાશયમાં હેલિકોપ્ટર ક્રેશ; ૧ નું મોત

અમેરિકામાં વધુ એક હવાઈ અકસ્માત થયો હતો જેમાં, એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, ઈડાહોમાં બરફથી થીજી ગયેલા જળાશયમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના સમાચાર છે.
આ અકસ્માત બાબતે બોનવિલે કાઉન્ટી શેરિફ કાર્યાલયે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર મળ્યા બાદ તરત જ બચાવ દળ સન્નોમોબાઈલના સહારે ઘટનાસ્થળે પહોંચી છે. હેલિકોપ્ટરની અંદર બે લોકો સવાર હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. જ્યારે અન્ય એક ગંભીર રૂપે ઘાયલ થયો હતો તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ હવાઈ અકસ્માત અંગે શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, અમેરિકાના સ્થાનિક સમય અનુસાર, બુધવારે બપોરે હિમવર્ષાના કારણે થીજી ગયેલા જળાશયમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. આ ઘટનાની આસપાસના વિસ્તારને કોઈ અસર થઈ નથી. જાે કે, એક વીજ લાઈન પડી ગઈ હતી. ફેડરલ એવિએશન એસોસિએશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને આ અંગે માહિતી આપવામાં આવી હતી.
Recent Comments