ગુજરાત

અનિરુદ્ધસિંહને હાઈકોર્ટે કર્યો આદેશ, મૃતક પોપટ સોરઠીયાના કેસમાં કહ્યું, હાજર થઈને સ્થાનિક જેલમાં થાવ સરેન્ડર

પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટના આદેશથી મોટો ઝટકો મળ્યો છે, સજામાફી અંગેના નિર્ણયને હાઇકોર્ટે રદ કર્યો છે અને ચાર સપ્તાહમાં સરેન્ડર થવા હાઈકોર્ટે આદેશ કર્યો છે, અનિરુદ્ધસિંહનો પાસપોર્ટ પણ જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે, અને અનિરુદ્ધસિંહ જાડેજાને દરરોજ હાજરી પુરાવવા આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે.

મૃતક પોપટ સોરઠીયાના પરિવાજનોએ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી અરજી અને સજા પૂર્ણ થયા પહેલા મુક્ત કરવાના નિર્ણયને અનિરુદ્ધસિંહે પડકાર્યો હતો, પોપટ સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા આરોપી છે અને જેલ અધિક્ષક ટી.એસ.બિસ્ટે આપ્યો હતો જેલમુક્તિનો રિપોર્ટ. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલ આઈજી ટી.એસ બિષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

15ઓગસ્ટ 1988ના રોજ ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમમાં હાજરી આપવા આવેલા પોપટ સોરઠીયાની અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પોઈન્ટ બ્લેન્ક રેનજથી ગોળી મારી હત્યા કરી હતી. રાજકીય અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી અને અનિરુદ્ધસિંહને જેલ પણ થઈ હતી, તો આ કેસમાં અનિરુદ્ધસિંહે 18 વર્ષ જેલ પણ કાપી છે અને ગત તા.29-1-2018ના રોજ તત્કાલિન જેલોના એડીજીપી ટી.એસ.બિષ્ટ દ્વારા જુનાગઢ જેલ ઓથઓરિટીને પત્ર લખાયો હતો, અને તેના આધારે જાડેજાને સજા માફી આપી દેવાઈ હતી.

રાજકોટના ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં મહત્વની જાણકારી સામે આવી છે, જેમાં રીબડાના અનિરુદ્ધસિંહના આગોતરા જામીન નામંજૂર કર્યા છે, સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે અને અમિત ખૂંટ મામલે અનિરુદ્ધસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે, ગોંડલ તાલુકા પોલીસમાં દાખલ થયો છે ગુનો. સમગ્ર મામલે ચાર્જશીટ મૂક્યું છે જેમાં અનિરુદ્ધસિંહ ફરાર દર્શાવાયા છે.

Related Posts