ભાવનગર ના ઉમરાળા તાલુકા ના ટીમ્બિ ખાતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ની આરોગ્ય સેવા થી અવગત થતા ગુજરાત અને મહારાષ્ટ્રના મહામહીમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાહેબ અને ભારત સરકારના કેબીનેટ પ્રધાનશ્રી મનસુખભાઈ માંડવીયા ને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી (જિ. ભાવનગર) હોસ્પિટલના પ્રણેતા પ.પૂ સદગુરુદેવશ્રીની કૃપાથી છેલ્લા પંદર વર્ષથી ચાલતા તદ્દન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી અવગત કરવા માટે તા.૧૪/૧/૨૬ “મકરસંક્રાંતિ” ના શુભદિવસે હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટીશ્રી બી.એલ રાજપરા એ ખાસ મુલાકાત લીધી હતી.
ગુજરાતની આ હોસ્પિટલમાં ચાલતા તદ્દન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યની વાતથી માન.શ્રી રાજ્યપાલશ્રી એ ખુબજ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેઓશ્રીને શ્રી મનસુખભાઈ માંડવીયા અને શ્રી બી. એલ રાજપરા એ હોસ્પિટલની મુલાકાતે પધારવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. જેનો સહર્ષ સ્વીકાર કરીને અનુકુળતાએ હોસ્પિટલની મુલાકાત લેવા સંમત થયા હતા. આ તકે બોટાદ જીલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઈ વિરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments