અમરેલી

સાવરકુંડલા માટે ઐતિહાસિક ભેટ: કૃષિ બાગાયત એક્સેલન્સ સેન્ટરનું આવતી કાલે માન મુખ્યમંત્રીના હસ્તે અમરેલી ખાતે ખાત મુહૂર્ત…સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળા એ અધિકારીની ટીમ સાથે કરી સ્થળમુલાકાત

સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામે કૃષિ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ તરીકે “કૃષિ બાગાયત
એક્સેલન્સ સેન્ટર”નું ખાત મુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે
આ સેન્ટર લગભગ 100 વિઘા જમીનમાં આકાર લેશે અને આશરે ₹12 કરોડના ખર્ચે તૈયાર કરવામાં
આવશે. આ પ્રોજેક્ટ સાવરકુંડલા વિસ્તારના ખેડૂતો માટે આધુનિક ખેતી તરફ એક મજબૂત પગલું સાબિત
થશે.
આ એક્સેલન્સ સેન્ટરમાં બાગાયત પાકો માટે નવા પ્રયોગો, નવી જાતના બીજ તથા ધરુ (સીડલિંગ) માટે
સંશોધન કરવામાં આવશે. ખેડૂતોએ આધુનિક તકનીકો અપનાવી શકે તે માટે વિશેષ તાલીમની વ્યવસ્થા પણ
કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ કસવાલા સાહેબના દુરંદેશી વિઝનનું પ્રતિબિંબ છે, જે સાવરકુંડલા વિસ્તારને કૃષિ ક્ષેત્રે નવી
ઊંચાઈઓ સુધી પહોંચાડશે અને ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ એક્સેલન્સ સેન્ટર લગભગ 100 વિઘા જમીનમાં વિકસિત થશે અને આશરે ₹12 કરોડના ખર્ચે તૈયાર
કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાવરકુંડલા વિસ્તારના ખેડૂતો માટે આધુનિક ખેતી તરફનું મહત્વપૂર્ણ પગલું
સાબિત થશે
.
આ સેન્ટરમાં બાગાયત પાકો માટે નવા પ્રયોગો, નવી જાતના બીજ તથા સીડલિંગ (ધરુ) માટે સંશોધન
કરવામાં આવશે. સાથે જ ખેડૂતોને આધુનિક ખેતીની તકનીકો અપનાવવા માટે વિશેષ તાલીમ પણ
આપવામાં આવશે, જેથી ઉત્પાદનક્ષમતા અને આવકમાં વધારો થઈ શકે.

આ પ્રોજેક્ટ ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા ના દુરંદેશી વિઝનનું પ્રતિબિંબ છે, જે સાવરકુંડલા વિસ્તારને કૃષિ
ક્ષેત્રે નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે.
આ ખાતમુહૂર્ત પૂર્વે સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાલાએ અધિકારીઓની ટીમ સાથે
સ્થળ મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ પ્રોજેક્ટથી વિસ્તારના ખેડૂતોને આધુનિક ટેકનોલોજી, સંશોધન અને તાલીમની સુવિધા મળતા તેમની
આવકમાં નોંધપાત્ર વધારો થશે અને સમગ્ર વિસ્તારમાં કૃષિ વિકાસને નવી દિશા મળશે.

Related Posts