અમરેલી

સાવરકુંડલામાં ઐતિહાસિક ‘નાવલી ઉત્સવ’: અસ્મિતાના ઓવારણાં

ઈંગોરિયાનું યુધ્ધ અને ભવ્ય ડાયરો: સાવરકુંડલામાં બે દિવાળી!
રાજ ગઢવી, અપેક્ષા પંડ્યા, કિશન રાદડિયા સાથે નાવલી ઉત્સવનો ડાયરો

નાવલીની સફાઈ, રિવર ફ્રન્ટનું સપનું: સાવરકુંડલાની નવી ઓળખ :- શ્રી મહેશભાઈ કસવાલા

સાવરકુંડલામાં “અસ્મિતાના ઓવારણાં નાવલી ઉત્સવ”નું ભવ્ય આયોજન: ૧૯ અને ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫
સાવરકુંડલા: સાવરકુંડલા શહેરની અસ્મિતા અને સંસ્કૃતિના પર્યાય સમાન નાવલી નદીના પુનરાસ્ફુરણ અને શહેરના વર્ષો જૂના ‘રીવર ફ્રન્ટ’ના સ્વપ્નને સાકાર કરવાના પ્રથમ ચરણરૂપે, *”અસ્મિતાના ઓવારણાં નાવલી ઉત્સવ”*નું બે દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૧૯ અને ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન યોજાનારા આ ઉત્સવમાં સાવરકુંડલાની અનોખી ઓળખ સમાન સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને સાવરકુંડલા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ ઉત્સવ ઉજવાશે.
ઉત્સવના મુખ્ય આકર્ષણો:
 * તારીખ ૧૯-૧૦-૨૫ (રવિવાર) રાત્રે ૯:૦૦ કલાકે (સ્થળ: રિધ્ધિ સિધ્ધિ ચોક): ગુજરાતના ખ્યાતનામ કલાકારો રાજ ગઢવી, અપેક્ષા પંડ્યા અને કિશન રાદડિયા જેવા ધુરંધર લોકગાયકો ડાયરાની રોનકમાં ચાર ચાંદ લગાવશે. તારીખ ૨૦-૧૦-૨૫ (સોમવાર) – “બે બે દિવાળી”નો રંગ જામશે:  * રાત્રે ૯:૦૦ કલાકે (સ્થળ: રિધ્ધિ સિધ્ધિ ચોક): ભવ્ય આતશબાજીનું આયોજન.અને રાત્રે ૧૦:૦૦ કલાકે (સ્થળ: દેવળા ગેઇટ): સાવરકુંડલાની અનોખી ઓળખ સમાન ઈંગોરિયાની લડાઈ (ઈંગોરિયા યુદ્ધ) યોજાશે.

ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાની અથાગ મહેનત અને ગુજરાત સરકારના રચનાત્મક સહયોગથી આ ઉત્સવ નાવલી પટાંગણને આંગણે યોજાઈ રહ્યો છે. ઉત્સવના પ્રારંભ રૂપે નાવલી પટાંગણમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે ‘રીવર ફ્રન્ટ’ના સપનાને સાકાર કરવાની દિશામાં પ્રથમ પગલું છે.

ગુજરાત સરકાર  ના  રમત ગમત અને સાંસ્કૃતિક  પ્રવૃતિ વિભાગ તેમજ  ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા,નગરપાલિકા ટીમ અને શહેર ભાજપ દ્વારા સાવરકુંડલાના તમામ શહેરીજનોને આ અનોખા અને યાદગાર અવસરે સહર્ષ ભાગ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સમગ્ર શહેરને અપીલ છે કે આ ‘નાવલી ઉત્સવ’ને સાથે મળીને માણીએ અને આપણી સંસ્કૃતિ અને અસ્મિતાના ગૌરવને ઉજાગર કરીએ.

Related Posts