અમરેલી

રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં ઐતિહાસિક શિવાલય

રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં ઐતિહાસિક શિવાલય આવેલું છે. સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન દર્શનીય છે.

ભારત વર્ષનાં ઐતિહાસિક સ્થાનોમાં કચ્છનું કોટેશ્વર તીર્થ રહેલું છે. શિવજી અને રાવણની કથા રહેલી છે. ગૌડ રાણી ચંદ્રિકાજીના પુત્ર ઉન્નડ જામ સહિતની વાતો પ્રસંગો સાંભળવા મળે છે.

રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં આ ઐતિહાસિક શિવાલય આવેલું છે, જ્યાં સમગ્ર દેશમાંથી યાત્રિકો પ્રવાસીઓ આવતાં રહે છે.

વર્તમાન શિવાલય આજે જે નિર્માણ થયેલ છે, તે અગાઉ તબક્કાવાર જીર્ણોધ્ધારમાં રાવજી દેશળજી, સુંદરજી સોદાગર, ખણી જેઠા શિવજી વગેરે મુખ્ય રહ્યાં છે.

ભારત અને ગુજરાતનાં પશ્ચિમ છેડે આવેલ નારાયણ સરોવર પાસેનું આ કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન કચ્છ જિલ્લા વહીવટી તંત્રનાં નિયંત્રણ તળે વિકસાવવામાં આવી રહેલ છે. સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાન છે. આ સંકુલમાં જ કલ્યાણેશ્વર મહાદેવ પણ રહેલ છે.

Related Posts