અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ બંને સ્મશાન અંતિમ ગૃહની પરિસ્થિતિ જોઈને દ્વવી ઉઠતાં  વિરદદાદા જસરાજ સેના ટ્રસ્ટના પ્રમુખ હિતેશ સરૈયા

છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલા શહેરમાં જેસર રોડ સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટેની સગડીની હાલત તૂટેલી અવસ્થામાં હોય સ્મશાન ગૃહે આવતાં તમામ લોકો માટે પોતાના સ્વજનોને અગ્નિદાહ આપ્યા બાદ યોગ્ય રીતે અગ્નિસંસ્કાર ન થતાં હોય લોકોમાં પણ ભારે કચવાટ જોવા મળે છે.

આ સ્થિતિનું સંજ્ઞાન લઈને સાવરકુંડલા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા વિરદદાદા જસરાજ સેના ટ્રસ્ટના પ્રમુખ હિતેશ સરૈયાનું હ્રદય દ્રવી ઉઠતાં પોતે સ્વયં લોક સહકારના સહયોગથી આ બંને સ્મશાનનું રીનોવેશન કરવા માટે મન બનાવી લીધું છે.

આ સંદર્ભે તેમણે લોકોનો સહયોગ માંગ્યો છે. અને જાહેર જનતા જોગ નમ્ર અપીલ સાથે જણાવ્યું છે કે

સાવરકુંડલાના શાણા નાગરિકોને  નમ્ર અપીલ કરતાં હિતેશ સરૈયાએ પોતાની આ વ્યથા સાથે કહ્યુ છે કે અને જ્યારે આ બંને સ્મશાનનું રીનોવેશન કરવા માટે મન બનાવી લીધું છે ત્યારે તેમણે ભારે હૈયે આ સેવાયજ્ઞમાં લોકો પાસેથી ફુલ નહી તો ફૂલની પાંખડી આપી  પોતાનું યથાશક્તિ યોગદાન આ સ્મશાન રીનોવેશન માટે કરવા જાહેર અપીલ પણ કરી છે. .અંતમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લે તો “*આપડે બધાએ  ત્યાં જ (અંતિમ ગૃહ/સ્મશાન) તરફ જ જવાનું છે તો આપડા બધાની ફરજ બને કે આપડે આ સ્મશાનમાં ફરવા જવાનું મન થાય તેવું સરસ બનાવીએ…..હિતેશ સરૈયા.*

આમ સાવરકુંડલા શહેરના ઇતિહાસમાં હવે સ્મશાન રીનોવેશન સંદર્ભે લોકસહયોગ સાથે વિરદદાદા જસરાજ સેના ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે ત્યારે આગામી સમયમાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા કેવા પગલા લેવામાં આવશે ? એનો ઇંતેજાર  પણ સાવરકુંડલાવાસી ઓ ચાતક નયને કરી રહ્યા છે

Related Posts