હોલિવૂડના પ્રખ્યાત ગાયિકા અને ગીતકાર જિલ સોબુલેનું ૬૬ વર્ષની વયે નિધન થયુ છે. ગુરૂવારે મિનેસોટામાં સ્થિત તેના ઘરમાં અચાનક આગ લાગતાં ગાયિકાનું મોત નીપજ્યું હતું. તે શુક્રવારે પોતાના હોમટાઉન સ્ટેજ પર્ફોર્મ કરી લોકોને પોતાના ગીતોથી મંત્રમુગ્ધ કરવાની હતી. પરંતુ તે પહેલાં જ દુર્ઘટના ઘટતાં તેનું મોત થયુ હતું.
જિલ સોબુલેના મોતની ખાતરી તેમના મેનેજર જૉન પૉર્ટરે આપી છે. સિંગરની વેબસાઈટ અનુસાર, જિલ શુક્રવારે (૨ મે) પોતાના હોમટાઉન ડેનવરમાં ઓટોબાયોગ્રાફિકલ સ્ટેજ મ્યુઝિકલ ૭ંર ગ્રેડ શો કરવાની હતી. ૨૦૨૩માં ડ્રામા ડેસ્ક એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. તે ૯૦ની દાયકાની પ્રસિદ્ધ ગાયિકા હતી. તેને સૌથી વધુ ઓળખ ‘આઈ કિસ્ડ અ ગર્લ‘, ‘ક્લૂલેસ‘, ‘સુપરમોડલ‘થી મળી હતી. તેનો ૧૯૯૦માં આવેલો પ્રથમ આલ્બમ ‘થિંગ્સ હિઅર આર ડિફરન્ટ‘ પણ ખૂબ ફેમસ રહ્યો હતો. ત્યારબાદ તે સફળતાની સીડીઓ ચડતી રહી હતી. પોતાના ગાયિકાના અંદાજ માટે સોબુલે જાણીતી હતી.
ગાયિકા જિલ સોબુલે પોતાના ગીતોના માધ્યમથી મહિલાઓને સશક્ત બનાવવાનુ કામ કરતી હતી. તે લોકો સમક્ષ મહિલાઓની એક મજબૂત પર્સનાલિટી રજૂ કરવા પ્રસિદ્ધ હતી. ૧૯૯૦ બાદ તેણે અનેક આલ્બમ, ફિલ્મ-ટીવી શો માટે ગીતો બનાવ્યા. ૨૦૨૩માં તેણે ડ્રામા પણ લખ્યું હતું. જે લોકોને ખૂબ પસંદ આવ્યુ હતું.
હોલિવૂડમાં ગાયિકા અને ગીતકાર જિલ સોબુલેનું ઘરમાં અચાનક આગ લાગતાં નિધન

Recent Comments