ગુજરાત

રાજકોટ ખાતે યોજાયેલી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવા 7 જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાત

રાજકોટ ખાતે યોજાયેલી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવા 7 જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી સ્માર્ટ GIDC મળી છે.

સ્માર્ટ GIDC પ્રોજેક્ટ સાવરકુંડલા તાલુકાના બોઘરિયાણી (ધજડી) ખાતે 41 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવશે. જેના દ્વારા ઔદ્યોગિક રોકાણ, સ્થાનિક રોજગાર અને સર્વાંગી વિકાસને વેગ મળશે.

સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાનો સંકલ્પને સાકાર કરતા આ નિર્ણય બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જી, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જી તેમજ રાજ્ય સરકારનો સહૃદય આભાર વ્યક્ત કરું છું.

Related Posts