ગુજરાત

સુરેન્દ્રનગરની LIC શાખાનાં કર્તવ્યનિષ્ઠ કર્મચારીનું સન્માન

LIC લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનની સુરેન્દ્રનગર શાખામાં મમતાબેન દવે નામના એક કર્તવ્યનિષ્ઠ કર્મચારી છે. જેમણે વર્ષોથી પોતાની ફરજ નિભાવી અનેક ગ્રાહકોને સંતોષજનક સેવા આપી છે.
આજે તા.૨૭/૨/૨૬ ના રોજ જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ આ કર્મચારીની અથાક સેવાને ધ્યાનમાં રાખી આજરોજ સુરેન્દ્રનગર શાખામાં જઈને બ્રાન્ચ મેનેજર શ્રીવાસ્તવસાહેબ તથા સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં મમતાબહેન દવેનું શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો દ્રારા સન્માન કર્યું હતું.
પોતાનો પ્રતિભાવ આપતાં ભાવુક થઈ ગયેલા મમતાબહેને જણાવ્યું હતું કે મેં તો મારી ફરજ બજાવી છે અને આ મારું સન્માન નથી પરંતુ સમગ્ર શાખાનું સન્માન છે.

Related Posts