ભાવનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનુ કે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓ અંતર્ગત “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષીત ખેતી માટેનો કાર્યક્રમ” હેઠળના (૧) કોપ કવર (શાકભાજી પાકો) (૨) ક્રોપ કવર/ બેગ (કેળ, પપૈયા પાક માટે), (૩) દાડમ ક્રોપ કવર/ખારેક બેચ કવર, (૪) ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ (ડ્રેગન ફુટ) ના ઘટક માટે તેમજ ચાલુ બાબતના (૧) દરીયાઇ માર્ગે ફળ. શાકભાજી,કુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઈ માર્ગે બાગાયત પેદશોની નિકસ માટેના નૂરમાં સહાય તથા (૩) નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટેની સહાયના ઘટક માટે અરજી કરવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે જેની ઓનલાઇન અરજીઓ તા.૨૧/૧૧/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે, તો રસ ધરાવતાં તમામ ખેડૂત મિત્રોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે તેમજ ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ તથા જરૂરી સાધનિક કાગળો (૭-૧૨,૮-અ. આધાર કાર્ડ, બેંક પાસબુક, અનુસુચિત જાતિના ખેડુત હોય તો જાતિનું પ્રમાણપત્ર, સંલગ્ન પ્રોજેકટ રીપોર્ટ) સાથે તા.૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં
નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર-૩૬૪૦૦૧ ને રૂબરૂ અથવા ટપાલ દ્વારા જમા કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂમાં અથવા ફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
ભાવનગરજિલ્લાનાબાગાયતદારખેડુતોવિવિધયોજનાઓમાટેઆઈખેડૂતપોર્ટલઅંતર્ગતતા. ૨૦ડિસેમ્બર સુધી અરજી કરીશકશે


















Recent Comments