ભારતમાં પ્રતિ વર્ષ ૧૪ નવેમ્બરનાં દિવસને ‘બાળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. યુ.એન. દ્વારા ૨૦ નવેમ્બર, ૧૯૫૪નાં રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જયારે ભારતમાં પંડિત જવાહરલાલ નહેરુનાં નિધન પહેલા ૨૦ નવેમ્બરનાં રોજ ‘બાળદિવસ’ મનાવવામાં આવતો હતો, પરંતુ ર૭મે ૧૯૬૪નાં રોજ પંડિત જવાહરલાલ નહેરુનાં નિધન બાદ બાળકો પ્રત્યે તેમનાં પ્રેમને જોતા સર્વસંમતિથીએ નિર્ણય થયો કે હવેથી દર વર્ષે ૧૪ નવેમ્બરનાં રોજ ચાચા નહેરુનાં જન્મ દિવસને બાળ દિન તરીકે ઊજવવો. આમ ત્યારબાદથી દર વર્ષે ૧૪ નવેમ્બરના રોજ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ બાળ અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. માતાપિતાએ ક્યારેય પણ પોતાનાં અંગત સ્વાર્થ માટે
તેઓ માનસિક રીતે ઉદાસીન થાય તેવું ન થવા દેવું જોઈએ. એ ખૂબ જરૂરી છે કે
બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ અને સંસ્કાર મળે તે દેશના
ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ આવશ્યક છે.
દરેક બાળકના સર્વાગી વિકાસ તથા તેનાં મૂળભૂત હકોના રક્ષણ માટે કટિબદ્ધ થવા બાળ
દિવસ સમગ્ર વિશ્વભરમાં ઉજવાય છે. આપણાં દેશમાં બાળ દિવસને મસ્તી અને આનંદનાં દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દેશનાં બંધારણમાં પણ ૬ થી ૧૪ વર્ષનાં તમામ બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની વાત કરી છે. આજનો બાળક એ આવતીકાલના સમાજનું પ્રતિબિંબ છે.
આવતીકાલનાં નાગરીકને વિકાસની હરણફાળમાં તમામ પ્રકારે મદદ સાથે તેમના કલ્યાણ બાબતેના કાર્યોમાં સમાજના દરેક વર્ગે મદદરૂપ થવું જરૂરી છે. આજે ગરીબ મા-બાપના સંતાનો આર્થિક ઉપાર્જન માટે દુકાનો -રેસ્ટોરન્ટો, ચા-પાનગલ્લે કે અન્ય સ્થળે બાળ મજૂરી કરીને પૈસા કમાય છે. ભણવાની ઉમંરે કામ કરતા બાળકોની સંખ્યા પણ આપણા દેશમાં માતબર છે. આ બાબતે કાયદો તો છે પણ અમલવારી થવાથી બાળ મજૂરી પ્રથા આજે પણ ચાલું છે. આ બાળ દિવસે આ બાબતે ગંભીર ચિંતા કરવાની જરૂર છે.
બાળકોને નાગરિક તરીકે વિકસવાનો અધિકાર છે જે માટે આજે તો બધા માટે
વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
અસ્ત તો ક્યાં?, અહીં સૂર્ય ના ( કોઈ ના યે નો) થાય છે!
પીઠ તો પૃથ્વી જ ફરી જ ઈ! ઓઢી અંધકાર પછેડી જાય છે!
તેમ ” નહેરુ યુગ ” નો ભારત માં અસ્ત કે અંત થયો એમ તો નહીં જ કહી શકાય.પરંતુ પૃથ્વી માફક ,પ્રજા મત જરૂર રાજકીય રીતે તેમનાથી પીઠ ફેરવી ગયો છે.તે કબૂલ કરવું જ રહ્યું.
છત્તા
” ચાચા” નહેરુનું લાલ ગુલાબ! અને બાળકો પ્રત્યે તેમનો પ્રેમ”
” ચા” વાળાના રાજમાં ય સંપૂર્ણ વિસરાયા વિહિન છે જ.
ખરેખર તો ” બાપુ” ને સખ્ત દહેશત હતી કે રખે ને ” સરદાર”ને વડા પ્રધાન બનાવીએ અને અંગ્રેજ આઝાદ ન કરે ! દેશ ને,તો!( દક્ષિણ આફ્રિકા જેવી દશા થાય ,ભારતની !)
એટલેજ તો એ સત્યના આજીવન પૂજારી ” મોહને” ,એ બહુમતી ધરાવતા સરદારને બદલે પંડિતને વડા પ્રધાન બનાવ્યા.અને કહ્યું પણ ખરું! ” આપડી પાસે છેલ્લો ,એક જ અંગ્રેજ છે! નહેરુ.( લેડી એડવિના વગેરે વિસ્તૃત છે.)પરંતુ એ સત્ય સ્વીકારવું જ રહ્યું કે નહેરુ વગર,બાપુની હિન્દને આઝાદ કરવાની મહેચ્છા “મનની મનમાં જ રહી જાત.”!
બાળકોના સર્વતોમુખી વિકાસ માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન સાથે વિશાળ અને સમાન તકો આપવી જોઈએ જેથી તે રાષ્ટ્રનાં વિકાસમાં વિકાસમાં લાંબા ડગલા ભરી શકે. બાળકને શિક્ષિત અને સ્વસ્થ નાગરિક તરીકે વિકસવાનો અધિકારનું જતન પણ સૌએ સાથે મળીને કરવું જોઈએ.
અને છેલ્લે પેલું લોકપ્રિય અને સૌના હ્રદયમાં આરૂઢ સદાબહાર હિંદી ફિલ્મ ગીત યાદ કર્યા વગર આ બાળદિન સાવ અધૂરો લાગે
ઈન્સાફ કી ડગર પે, બચ્ચોં દિખાઓ ચલકે, યે દેશ હૈ તુમહારા નેતા ભી તુમ હો કલકે



















Recent Comments