દામનગર ખેડૂતો ના હિત રક્ષક હોવા ની વાતો વચ્ચે ખેડૂતો ના કામો સમય મર્યાદા ઓમાં ક્યાંથી થશે એક ગ્રામ સેવક ને ૧૨ થી ૧૬ ગામો ખેડૂતો ના હિત સચવાશે ખરા ? ખેતીવાડી શાખા દ્વારા AGR2FM કેચ વેરીફીકેશન મા ખેડુત દ્વારા ગ્રામસેવક ની જગ્યા ઓ વધારવા ની માંગ ખેડુત દ્વારા કરવામાં આવી હાલ અમરેલી જિલ્લા નું મહેકમ ખુબ ઓછું હોવાથી એક ગ્રામસેવક પાસે ૧૨ થી ૧૬ ગામ હોવાથી કૃષિ લક્ષી યોજનાઓ છેવાડાના ખેડુત સુધી પહોંચવી મુશ્કેલ છે તો હાલ દક્ષિણ ના જીલ્લા ઓ ની જેમ એક ગ્રામસેવક પાસે એક થી બે ગામ હોય તો સરકાર શ્રી ની તમામ યોજનાઓનો લાભ ખેડુત ને મળી રહે.આથી સૌરાષ્ટ્ર ના તમામ જીલ્લા નું મહેકમ ખુબ જે તે સમયે ઓછું ભરેલ છે.જયારે હાલ ની પરિસ્થિતિ મુજબ પિયત વિસ્તાર વધ્યો છે તો ૮૦૦ હેકટર દીઠ એક ગ્રામસેવક ની જોગવાઈ છે જેની સામે હાલ ગ્રામસેવક પાસે ૧૦૦૦૦/ થી ૧૨૦૦૦/ હેકટર જમીન છે જેથી એક ગ્રામસેવક ને તમામ યોજના માં પહોચી વળવું ખુબ અઘરું છે.આથી હાલ અમરેલી જીલ્લા ખુબ મહેકમ ઓછું છે તો હાલ સરકાર શ્રી દ્વારા જગ્યા નું માગણા પત્રક મંગાવેલ તો સરકાર શ્રી ને વિનંતી ૮૦૦ હેકટર દીઠ એક ગ્રામસેવક ની જગ્યા ઓ ભરવા માં આવે અને માગણા પત્રક માં સુધારો કરી જગ્યા ઓ ભરવા માટે અમરેલી જીલ્લા ના ખેડુત દ્વારા માંગ કરવામાં આવેલ છે માંગ્યા બળદ ને પોરો ન હોય તેમ એક એક ગ્રામ સેવકો ની પાસે ઘાણી ના બળદ જેમ કેટલાક ગામો અપાશે ? ગોળ ગોળ ફર્યા જ કરવા નું ? અમરેલી જિલ્લા માં અનેક જગ્યા એ એક ગ્રામ સેવક પાસે અસંખ્ય ગામો આમાં ખેડૂતો નું હિત કેમ સચવાશે ?
ખેડૂતો હિત ક્યાંથી સચવાશે ? અમરેલી જિલ્લામાં ગ્રામ સેવકો નું મહેકમ સુધારો એક ગ્રામ સેવક પાસે ૧૨ થી ૧૬ ગામો કેમ ?


















Recent Comments