ગુજરાત

મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મંદિરમાં હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના કપાટ વહેલી સવારે ૪ વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનો ઘોડાપૂર સોમનાથ મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યું હતું અને સમગ્ર મંદિર પરિસર જય સોમનાથ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્‌યું. મહાદેવને પ્રાતઃ પૂજા કરી વિશ્વ કલ્યાણી પ્રાર્થના કરવામાં આવી તેમજ વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો.

મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના ભવ્ય મંદિરમાં વહેલી સવાર થી જ દર્શનાર્થીઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે પરિવાર સાથે દાદાના દર્શન કરી વિશ્વ કલ્યાણી પ્રાર્થના કરી હતી તો સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

Related Posts