સુરતના હજીરામાં એક ખેતરમાંથી અજાણયા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, ફોરેન્સિક રિપોર્ટમાં ૩ મહિના અગાઉ ઘટના બની હોવાનું જણાવ્યું. સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ, નવજાગૃતિ સ્કૂલ પાસેના ખેતરમાં કામ કરતા મજૂરોને જમીનમાંથી આ કંકાલ મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ હજીરા પોલીસે સ્થળ પર પહોંચીને કંકાલને કબજે લીધું હતું. પોલીસે કંકાલને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કંકાલ ૩૦થી ૪૦ વર્ષના પુરુષનું છે અને તેનું મૃત્યુ લગભગ ૩ મહિના પહેલા થયું હશે. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે અને મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કંકાલ કોનું છે અને તેનું મૃત્યુ કઈ રીતે થયું તે અંગે કોઈ માહિતી મળી નથી. આ રહસ્યમય મૃત્યુની ઘટનાએ પોલીસ સમક્ષ અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પાસેથી પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત, પોલીસે ગુમ થયેલા વ્યક્તિઓની વિગતો પણ ચકાસવાનું શરૂ કર્યું છે. પોલીસને આશા છે કે, આ તપાસમાં તેઓ જલ્દી જ આ મામલે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકશે.
સુરતમાં ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું, પોલીસે સ્થળ પર પહોંચીને કંકાલને કબજે લીધું, પોલીસે તપાસ શરૂ કરી


















Recent Comments