fbpx
રાષ્ટ્રીય

અમેરિકાના ન્યૂયોર્કમાં નવા વર્ષ નિમિત્તે સેંકડો વિરોધીઓ ટાઇમ્સ સ્ક્વેરમાં એકઠા થયા

ટાઇમ્સ સ્ક્વેરમાં એકઠા થયેલા લોકોએ ઇઝરાયલ વિરુદ્ધ ત્રીજી ઇન્ટિફાદા શરૂ કરવાની માગ કરી અમેરિકાના ન્યૂયોર્કમાં બુધવારે નવા વર્ષ નિમિત્તે સેંકડો વિરોધીઓ ટાઇમ્સ સ્ક્વેરમાં એકઠા થયા હતા અને ઇઝરાયલ વિરુદ્ધ ત્રીજી ઇન્ટિફાદા શરૂ કરવાની માગ કરી હતી. ઇઝરાયલ વિરોધી પ્લેકાર્ડ લહેરાવતા વિરોધીઓએ કહ્યું- ઝિઓનિઝમ કેન્સર છે, ઇરાન સામે કોઈ યુદ્ધ નહીં અને ઇઝરાયલને તમામ અમેરિકન સહાય બંધ કરો. આ પ્રદર્શનનું આયોજન પેલેસ્ટિનિયન યુથ મૂવમેન્ટ, પાર્ટી ફોર સોશ્યાલિઝમ એન્ડ લિબરેશન અને પીપલ્સ ફોરમ દ્વારા કરવામાં આવ્યું હતું. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ વિરોધીઓએ સૂત્રોચ્ચાર કર્યા- એક માત્ર ઉકેલ ઈન્ટિફાદા છે, વિરોધ મહાન છે – અમે જીતીશું અને અમને ગાઝા પર ગર્વ છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં એક મહિલા પ્રદર્શનકારીએ શ્વેત લોકોને ટોણો માર્યો અને કહ્યું- અમે તમને પાછા યુરોપ મોકલી રહ્યા છીએ. યુરોપમાં પાછા જાઓ, યુરોપમાં પાછા જાઓ.

એક પ્રદર્શનકારીએ મેગાફોન પર બૂમ પાડી કે વર્ષ ૨૦૨૪ એ ઝિઓનિઝમના ગુનાઓ સામે સંઘર્ષનું વર્ષ છે. તમને જણાવી દઈએ કે ઝિઓનિઝમ એક ધાર્મિક અને રાજકીય ચળવળ છે. તે ઇઝરાયલના ઐતિહાસિક પ્રદેશમાં યહૂદી રાજ્યની પુનઃસ્થાપનાને સમર્થન આપે છે. ખાસ વાત એ હતી કે આ વિરોધ પ્રદર્શન પહેલા ન્યૂ ઓર્લિયન્સમાં એક વ્યક્તિએ ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન સેંકડો લોકો પર સ્પીડમાં ટ્રક વડે હુમલો કરીને તેમને કચડી નાખ્યા હતા. ઈન્તિફાદા અરબી શબ્દ છે. આને અંગ્રેજીમાં ‘શેક ઓફ’ કહે છે. ઇઝરાયલ સામેના વિદ્રોહ અને તેના પરના જાેરદાર હુમલાને પેલેસ્ટાઈનના લોકો ઈન્તિફાદા કહે છે. એવો હુમલો જે ઇઝરાયલને સંપૂર્ણપણે હચમચાવી દેશે. ૧૯૮૭માં પેલેસ્ટાઈનમાં આ શબ્દનો ઉપયોગ ઝડપથી વધ્યો.

આ તે પ્રસંગ હતો જ્યારે લોકો પશ્ચિમ કાંઠા અને ગાઝામાં ઇઝરાયલી સૈનિકો સામે જાેરદાર વિરોધ કરી રહ્યા હતા. પેલેસ્ટિનિયન-અમેરિકન પ્રોફેસર એડવર્ડ સૈદે ૧૯૮૯માં ઈન્ટિફાદા શબ્દની વ્યાખ્યા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પેલેસ્ટાઈનની ઇઝરાયલ વિરુદ્ધ તેમની જમીન, દેશ અને ઇતિહાસને બચાવવા માટે એક પ્રકારની જવાબી કાર્યવાહી છે. નવા વર્ષ નિમિત્તે તુર્કીના ઈસ્તાંબુલમાં ઇઝરાયલ વિરુદ્ધ એક વિશાળ વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઈસ્તાંબુલના ગલાતા બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ફ્રી પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. નેશનલ વિલ પ્લેટફોર્મ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના પુત્ર બિલાલ એર્દોગને આ સમયગાળા દરમિયાન ગાઝા પર ઇઝરાયલના હુમલાની ટીકા કરી હતી. સિરિયામાં તાજેતરમાં બશર અલ-અસદને ઉથલાવી દેવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું- સિરિયાના મુસ્લિમો મજબૂત ઈચ્છાશક્તિ અને ધૈર્યવાન છે. જેના કારણે તેઓ જીતી ગયા. સિરિયા બાદ હવે ગાઝા પણ ઘેરાબંધીથી મુક્ત થશે.

Follow Me:

Related Posts