ભારતના યુવા ઉદ્યોગ સાહસિકો ઝડપથી પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે. એવેન્ડસ વેલ્થ હુરૂન ઈન્ડિયા U35 લિસ્ટ 2025માં 155 યુવા ઉદ્યોગ સાહસિકોને સામેલ કરવામાં આવ્યા છે. જેઓએ ભારતના અર્થતંત્રમાં નવો જોશ ઉમેર્યો છે. આ 155 ઉદ્યોગસાહસિકોની યાદીમાં ગુજરાતના 18 ઉદ્યમી સામેલ છે. રિપોર્ટ અનુસાર, આ યાદીમાં સામેલ ઉદ્યમીઓના બિઝનેસની કુલ વેલ્યૂ 39 લાખ કરોડ છે. જે ભારતના જીડીપીનો દસમો ભાગ છે.આ યાદીમાં 31થી 35 વર્ષની વયજૂથના 155 યુવા ઉદ્યમી અને નેક્સ્ટ જનરેશન લીડર્સ સામેલ છે. જેમણે પારંપારિકથી માંડી નવા બિઝનેસ સેક્ટરમાં નોંધપાત્ર પરિવર્તન લાવવામાં યોગદાન આપ્યું છે. ગુજરાતના 18 ઉદ્યોગ સાહસિકો સામેલ છે. જેમાં ત્રણ અમદાવાદના, બે સુરતના રહેવાસી છે. આ સિવાય 15નું મૂળ ગુજરાતી છે.આ યાદીમાં સૌથી યુવા ઉદ્યોગ સાહિસક તરીકે સુરતના હાર્દિક કોઠિયાને સ્થાન મળ્યું છે. 31 વર્ષીય હાર્દિક રેઝોન સોલારના કો-ફાઉન્ડર છે. રેઝોન રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સમાં ઝડપથી ઉભરતી કંપની છે. જે સોલાર પેનલ્સ, ગ્રીન એનર્જી સિસ્ટમ અને ઈનોવેટિવ ટેક્નોલોજી મારફત ભારતના સોલાર એનર્જી ટ્રાન્ઝિશનને પ્રોત્સાહન આપે છે. સિવિલ એન્જિનિયર હાર્દિકે પોતાના પાર્ટનર ચિરાગ નાકરાણી સાથે મળી 2017માં રેઝોન સોલારની સ્થાપના કરી હતી. આ યાદીમાં 76 ટકા અર્થાત 118 આંત્રપ્રિન્યોર ફર્સ્ટ જનરેશનના છે. તેઓએ પોતાની જાતે પોતાનો બિઝનેસ સ્થાપિત કરી વિકસાવ્યો છે. 24 ટકા આંત્રપ્રિન્યોર ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યા છે. જ્યારે 10 ટકા આંત્રપ્રિન્યોર બીજી પેઢીના છે. સોલાર, ફાર્મા, એજ્યુકેશન, ઈવી, હેલ્થમાં પાંચ ગુજરાતી અને સૌથી વધુ 10 આઈઆઈટી દિલ્હીમાંથી ભણેલા ઉદ્યોગ સાહસિક છે. ફાઈનાન્સ ક્ષેત્રે સૌથી વધુ 20 આંત્રપ્રિન્યોરનો સમાવેશ થયો છે.આ વર્ષે આ યાદીમાં 15 મહિલા આંત્રપ્રિન્યોર સામેલ થઈ છે. જેમાં 31 વર્ષીય બ્લિસક્લબની ફાઉન્ડર મિનુ માર્ગરેટ સૌથી યુવા મહિલા ઉદ્યોગ સાહસિક છે. તે વુમન્સ એક્ટિવવેરમાં ઈનોવેશન અને ઈન્ક્લુઝિવિટી લઈ આવ્યા છે. આ તમામ 155 ઉદ્યોગ સાહસિકો 7,67,000 લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે.
Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, સુરતના હાર્દિક કોઠિયા પણ સામેલ


















Recent Comments