પતિ અને પત્નીને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, અસારવામાં કોઇ કારણ વગર જ પડોશી યુવકે પતિ અને પત્નીને ચાકુના ઘા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. દંપતિને લોહી લુહાણ કરીને આરોપી નાસી ગયો હતો હાલમાં બન્ને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અસારવામાં બેઠક પાસે રહેતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છેક કે ગઇકાલે સાંજે યુવક ચાલીના નાકે ઉભો હતો ત્યારે આરોપીએ કંઇ પણ રહ્યા વગર ગાળો બોલવા લાગ્યો હતો અને તકરાર કરી હતી. જાે કે યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને આરોપીએ યુવકને ચાકુના ઘા માર્યા હતા. આ સમયે યુવકની પત્ની આવી જતાં આરોપીને સમજાવવા જતાં તેને પણ માથામાં ચાકુના ઘા મારીને દંપતિને લોહી લુહાણ કર્યા હતા. બુમાબુમ થતાં આસપાસના લોકો આવી ગયા હતા. આરોપી નાસી ગયો હતો પતિ અને પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments