fbpx
ભાવનગર

બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે

ભાવનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ હેઠળના વિવિધ ઘટકોમાં મહતમ લાભ લઇ શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તા. ૦૧/૧૨/૨૦૨૪ થી ફરી ખુલ્લું મુકાશે. જેમાં વિવિધ સહાયલક્ષી ઘટકો જેવાકે શાકભાજી પાકો માટે કાચા/અર્ધ પાકા/પાક ટ્રેલીઝ (મંડપ), સરગવાની ખેતી, કંદ અને દાંડી ફૂલોના વાવેતરમાં સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે સહાય, બાગાયત મશીનરી અને યાંત્રિકરણમાં સહાય કાપણી અને પ્રોસેસિંગના સાધનો તથા યુનિટ ઉભા કરવા સહાય, ખેતર પરના ગેડિંગ, શોટિંગ, પેકિંગ એકમ ઉભા કરવા સહાય વગેરે ઘટકો માટે તા: ૦૭/૧૨/૨૦૨૪ સુધી જયારે કમલમ, ખારેક, પપૈયા, નાળીયેર, કેળ (ટીસ્યુ) ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, વિવિધ ફળપાક વાવેતર, અંબા તથા જામફળ પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર, નેટ હાઉસ, પોલી હાઉસ, કોલ્ડ ચેઈન સપ્લાય, નાની નર્સરી, ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોપ કવર જેવા ઘટકોમાં લાભ લેવા માટે તારીખ: ૧૫/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઇન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ મારફત www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે, તો રસ ધરાવતા તમામ ખેડુત મિત્રોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે તેમજ ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ તથા જરૂરી સાધનિક કાગળો (૭-૧૨,૮-અ, આધાર કાર્ડ, બેંક પાસબુક) સાથે તારીખ: ૩૧-૧૨-૨૦૨૪ સુધીમાં માં નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને રૂબરૂ અથવા ટપાલ દ્વારા જમા કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂમાં અથવા ફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે.

Follow Me:

Related Posts