ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ મંગળવારે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા હતા, ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ અને તેના માસ્ટર્સને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. સેનાને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે. અમને સશસ્ત્ર દળોની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે. સેનાને હુમલો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. અમને ગર્વ છે કે સેનાએ આતંકવાદીઓને સજા આપી. ભારતે પોતાના ર્નિણય મુજબ કાર્યવાહી કરી. આજે પણ, આતંકના માસ્ટરમાઇન્ડ્સની ઊંઘ હરામ છે.
વડાપ્રધાન મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન જવાબ આપી રહ્યા હતા કે, આ સેશન ભારતના ગૌરવ ગાનનો છે. આ સેશન ભારતના વિજયોત્સવનો છે. આંતકવાદીઓને જડમૂળમાંથી ઉખેડી નાખવાના સંકલ્પની સફળતા દર્શાવે છે. હું સદનમાં ભારતનો પક્ષ મૂકવા ઉભો થયો છું, જેમને ભારતનો પક્ષ દેખાતો નથી. તેમને અરીસો બતાવવા આવ્યો છું. અમે પરમાણુ ધમકીઓ સામે ઝૂકીશુ નહીં.
પીએમ મોદીએ કહ્યું કે, ૨૨ એપ્રિલના રોજ પહલગામ આતંકી હુમલાનો બદલો અમે નિર્ધારિત સમય અને શરતો પર ૨૨ મિનિટમાં લીધો. અમે સેનાને છૂટ્ટો દોર આપ્યો હતો. તેમને કાર્યવાહી કરવાની, ર્નિણય લેવાની સત્તા આપવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,
“દુનિયાના કોઈપણ નેતાએ ભારતને ઓપરેશન રોકવા માટે નથી કહ્યુ, એ જ દરમિયાન ૯ મે એ રાત્રે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ અનેક કલાકોથી કોશિશ કરી રહ્યા હતા પરંતુ મારી સેના સાથે મિટીંગ ચાલી રહી હતી એટલે વાત ન થઈ શકી. મિટીંગ બાદ મે જ્યારે જેડી વેન્સને ફોન કર્યો અને વાત કરી તો તેમણે મને કહ્યુ કે પાકિસ્તાન ભારત પર બહુ મોટો હુમલો કરવાનું છે.મે કહ્યુ જાે પાકિસ્તાનનો આ ઈરાદો હોય તો તેને બહુ મોટી કિંમત ચુકવવી પડશે. જાે પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનાથી પણ મોટો હુમલો કરી જવાબ આપશુ. અમે ગોળીનો જવાબ ગોળાથી આપશુ. “
માત્ર ત્રણ દેશો સિવાય તમામનું સમર્થન મળ્યું
વધુમાં કહ્યું કે, મોટાભાગે આતંકી હુમલા બાદ આતંકનો માસ્ટરમાઈન્ડ નિરાંતે ઊંઘતો હતો. પરંતુ પહલગામ હુમલા બાદ અમે તેની ઊંઘ હરામ કરી દીધી. ભારતને કોઈ દેશે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર હુમલો કરવાથી અટકાવ્યા નથી. માત્ર ત્રણ દેશે પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું.
“દુનિયાના કોઈ પણ દેશે અમને પાકિસ્તાન સામે કાર્યવાહી કરતા રોક્યા નથી. અમે અમારી પોતાની શરતો પર કાર્યવાહી કરી,” પ્રધાનમંત્રીએ કહ્યું. જમ્મુ અને કાશ્મીરમાં ૨૨ એપ્રિલના રોજ થયેલા હુમલા પર ભારતના ઝડપી લશ્કરી પ્રતિભાવનો ઉલ્લેખ કરતા, તેમણે જાહેર કર્યું, “આપણા સશસ્ત્ર દળોએ ૨૨ મિનિટમાં પહેલગામ હુમલાનો બદલો લીધો – અને એટલી ચોકસાઈથી કે આજે પણ, આતંકવાદના માસ્ટરમાઇન્ડ્સની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.”
પ્રધાનમંત્રી મોદીના દિવસના મુખ્ય અવતરણો:-
“દુનિયાના કોઈ પણ દેશે ભારતને આતંકવાદ સામે તેના બચાવમાં કોઈપણ કાર્યવાહી કરતા અટકાવ્યું નથી.” – પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે પહેલગામ હુમલા સામે બદલો લેવામાં સંપૂર્ણ સ્વાયત્તતા અને વૈશ્વિક સમર્થન સાથે કાર્યવાહી કરી.
“ભારતને સમગ્ર વિશ્વનો ટેકો મળ્યો, પરંતુ, કમનસીબે, કોંગ્રેસે અમારા સૈનિકોની બહાદુરીને ટેકો આપ્યો નહીં.” – તેમણે વિપક્ષ, ખાસ કરીને
Recent Comments